With the change of CM and cabinet, the game of many IPS was turned upside down
  • Home
  • Columnist
  • ઓપન સિક્રેટ : CM અને મંત્રીમંડળ બદલાતા અનેક IPSનો ખેલ ઊંધો પડયો

ઓપન સિક્રેટ : CM અને મંત્રીમંડળ બદલાતા અનેક IPSનો ખેલ ઊંધો પડયો

 | 4:28 am IST
  • Share

  • ગુજરાતમાં મનગમતું પોસ્ટિંગ લેવા માટે ડામાડોળ

  • આઈપીએસ અધિકારીઓનો ખેલ ઊંધો પડયો
  • અનેક આઈપીએસ અધિકારીઓએ ચોગઠા ગોઠવ્યા

     

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા હાઈકમાન્ડે તત્કાળ અસરથી નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી સાથે સાથે આખું મંત્રીમંડળ પણ વિખેરી નાંખવામાં આવ્યું હતું. જેના પગલે મનગમતું પોસ્ટિંગ લેવા માટે આઈપીએસ અધિકારીઓનો ખેલ ઊંધો પડયો હતો. ગુજરાતમાં મનગમતું પોસ્ટિંગ લેવા માટે અનેક આઈપીએસ અધિકારીઓએ પોતાની વગનો ઉપયોગ કર્યો તેમજ નાણાંની કોથળીઓ પણ ફરતી કરી દીધી હતી. જો કે, પૈસા પહોંચી ગયા પણ ટ્રાન્સફરનો દોર લંબાતો ગયો હતો. આ ગાળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું. મુખ્યમંત્રી બદલાશે પણ મંત્રીમંડળમાં મોટા ફેરફાર નહી થાય તેવું ધારીને બેઠેલા અધિકારીઓને બદલીમાં વાંધો નહી આવે તેમ હતું. જો કે, નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત સાથે મંત્રીમંડળ બદલવાની જાહેરાત થઈ ગઈ હતી. જેના પગલે પૈસા અને સંપર્કોનો ઉપયોગ કરીને મનગમતું પોસ્ટિંગ લેવા માટે માંગતા આઈપીએસનો ખેલ ઊંધો પડી ગયો હતો. આમ, હવે નવી ઘોડી નવા દાવ સાથે ગઈ ગુજરી ભૂલીને આ આઈપીએસ અધિકારીઓ પોસ્ટિંગ લેવા ફરીથી કસરત શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચાલતી ચર્ચા મુજબ દિવાળી પહેલા આઇપીએસની બદલી થાય એવી કોઇ શક્યતા નથી. 

 સિનિયર મંત્રી બનનારા સ્ન્છને નાણાં ધીરવાની ના પાડનારા મૂંઝવણમાં મુકાયા 

ભાજપે નો રિપીટ થિયરી અપનાવી મુખ્યમંત્રી સહિત ગુજરાતના તમામ મંત્રીઓ બદલી નાખ્યાં તેના થોડા જ દિવસો પહેલા મંત્રીમંડળમાં મોભાનું સ્થાન ધરાવતા એક સિનિયર મંત્રીએ પોતાના પ્રોજેક્ટ માટે પોતાના ગ્રૂપના બિલ્ડરો અને શરાફો પાસે પોતાના બિઝનેસ માટે 15 કરોડ માંગ્યા હતા. આમાંથી મોટા ભાગનાએ આ નેતાને પૈસા આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા જ્યારે કેટલાકે નાણાં ધીર્યા હતા. જોકે આ એમએલએને સિનિયર મંત્રીપદની લોટરી લાગતા પૈસા આપવાની ના પાડનારા મૂંઝવણમાં મુકાયા છે જ્યારે જેમણે પૈસા આપ્યા હતા તેઓ હવે પોતાના કામ સરળતાથી થશે એવી આશાએ ગેલમાં આવી ગયા છે. જે લોકોએ પૈસા આપવાની ના પાડી હતી તેઓ હવે આ મંત્રીને તેમના પ્રોજેક્ટમાં ભાગીદાર બનાવવાની પણ ઓફર કરી રહ્યા છે.  

અમદાવાદ મ્યુ. કમિશનર માટે દોડ શરૂ, સેક્રેટરી મિલિંદ તોરવણેને ‘સુરત’ ફળશે  

શહેરી વિકાસ વિભાગના ઇન્ચાર્જ સચિવ અને અમદાવાદના મ્યુ. કમિશનર મુકેશકુમારને અગ્રસચિવ તરીકે પ્રમોશન મળ્યંુ ત્યારથી તેમને બીજા કોઇ ચાર્જ વગર ફ્ૂલ ફ્લેજ્ડ વિભાગ સોંપવાની અટકળો ચાલે છે. બ્યૂરોક્રેટમાં આવી રહેલા ફ્ેરફરની ગતિવિધિ વચ્ચે નવી સરકારમાં સારા પોસ્ટિંગ માટે ઓફ્સિરોએ સુરત ક્નેક્શન શોધવાનંુ પણ શરૂ કર્યુ છે. કારણ કે ગુજરાતમાં પાવર સેન્ટર બદલાય એમ હાંસિયામાં રહેલો ભૌગોલિક વિસ્તાર વાઇબ્રન્ટ થાય છે. ભાજપના રાજમાં મોદી વખતે મહેસાણામાં ફ્રજ બજાવનાર એ.કે.શર્માથી લઈને અનેક ૈંછજી, ય્છજીને પ્રાઇમ પોસ્ટિંગ મળ્યા છે. રૂપાણીના સમયે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાનીને સુરત, કલેકટર વિક્રાંત પાંડેને અમદાવાદની કમાન સોંપાઇ હતી. હવે પાવર સેન્ટર સુરતમાં ખસ્યંુ છે. આથી, અગાઉ ત્યાં કામ કરી ચૂકેલા ૈંછજી- ૈંઁજી પ્રાઇમ પોસ્ટિંગ માટે સૌથી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ મ્યુ. કમિશનરનંુ પદ નાણા વિભાગના સેક્રેટરી મિલિંદ તોરવણેને મળે તો નવાઇ નહી. તેઓ વર્ષ 2014-16 દરમિયાન સુરત મ્યુ. કમિશનર રહી ચૂક્યા હોવાથી તેમને સુરતના સંબંધો ફ્ળશે એમ કહેવાય છે.  

GPSCની સૌથી વિવાદાસ્પદ ભરતીમાં પાર ઊતરેલા GASને  ACBએ ઝડપ્યા  

ય્છજી કેડરમાં વર્ષ 2017ની બેચના નાયબ કલેકટર નિહાર ભેટારિયાને લાંચ રુશ્વત બ્યૂરો- છઝ્રમ્એ બે દિવસ પહેલા રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા પકડયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ- ય્ઁજીઝ્રના ઇતિહાસમાં અત્યાર સુધીની મોટી ભરતીઓમાં વર્ષ – 2014ની ક્લાસ વન-ટુની ભરતી સૌથી વધુ અને લાંબા સમય સુધી વિવાદાસ્પદ રહી છે. જેને પાર ઊતરીને છેક દ્વારકા પ્રાંત સુધી પહોંચેલા ભેટારિયા જ વર્ષ 2017ની બેચમાં ચાર જ વર્ષના સમયમાં બે તાલુકા વિકાસ અધિકારી અને એક મામલતદાર એમ કુલ ચાર ય્છજી લાંચ લેતા પકડાયા છે. આથી, યુવાનોમાં જાણે ય્ઁજીઝ્ર કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાર કરીને સરકારી નોકરીએ પહોંચવા પાછળ માત્ર ‘એની ટાઇમ મની’- છ્સ્ એ જ એક લક્ષ્ય હોય તેવુ ચિત્ર ઉપસ્યંુ છે.  

અધિકારીઓ હવે સરકારી લેપટોપ-મોબાઇલ પણ સાથે લઈ જાય છે 

વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓને અઢળક સુવિધા આપવામાં આવી રહી છે. દરેકની ઓફિસમાં મોટા ડેસ્કટોપ તો હોય જ છે. આમ છત્તા મીટીંગમાં લેપટોપની જરૂર પડે છે તેવા બ્હાના કાઢીને બાબુઓ સરકારી ખર્ચે મોંઘા લેપટોપ અને મોબાઈલ ખરીદે છે. ફાઈલ પર ફોર ઓફિસિયલ યૂઝ એવા શબ્દો લખીને તેઓ ખેલ પાડે છે. જોકે પોતાની બદલી થાય એ પછી ઘણા બાબુઓ પોતાની લાલચ રોકી શકતા નથી અને આ સરકારી મોબાઇલ અને લેપટોપ પોતાની સાથે જ લઇ જાય છે. તાજેતરમાં જ બે સિનિયર અધિકારી પોતાની બદલી થયા બાદ સરકારી ખર્ચે ખરીદાયેલા લેપટોપ તેમજ મોંઘા મોબાઈલ લઈ ગયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  

મંત્રીઓ પોતાના બંગલે બિલ્ડરો-ઉદ્યોગપતિઓ સાથે મિટિંગો કરવાનું ટાળે છે  

નવા મંત્રીઓને ભાજપ હાઈકમાન્ડે ખાનગીમાં કડક સૂચના આપી દીધી છે કે તમારે કોઈ પ્રકારના ખોટા કામોમાં પડવાનું નથી. કોઈ પ્રકારની લાલચમાં ફસાવાનું નથી તમારે ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો કે મોટા વેપારીઓ સાથે કોઈ પ્રકારનું સેટિંગ કે કોઈ મિટિંગ ખાનગીમાં યોજવાની નથી. કોઈ ટાઉટ્સ કે અજાણ્યા માણસોને મળવાનંુ નથી. શક્ય હોય ત્યાં સુધી બંગલે કોઈને પણ એપોઈન્ટમેન્ટ આપવી નહી. ઉપરાંત સરકીટ હાઉસ કે અન્ય કોઈ ફાર્મ હાઉસ કે કોઈની ઘરે પણ મિટિંગ રાખવી નહી. તમામ લોકોને ગાંધીનગરની ઓફિસમાં જ મળવાનંુ છે. આવી તાકીદને પગલે મંત્રીઓએ પણ સાવચેતી રાખવાનંુ શરૂ કર્યુ છે. કેટલાક બિલ્ડરો અને મોટા ધંધાર્થીઓએ અમુક મંત્રીઓના બંગલે મિટિંગ કરવાની વાત પણ તમામ મંત્રીઓ નવા હોવાથી કોઇ જોખમ લેવાનું પસંદ કરતા નથી. 

છેલ્લા પાંચેક વર્ષથી ફરજ બજાવતા એ.બી.ગોર સામે અનેક આક્ષેપો થયા છે. સરકાર સુધી તેમની ફરિયાદો પણ થઈ છે. સચિવાલયમાં ચર્ચા છે કે, તાજેતરમાં જ એટલે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી નહોતા બન્યા ત્યારે તેમણે કોઈ જેન્યુઈન કામ માટે ગોરનો સંપર્ક કર્યો હતો. તેમજ ઘણી વિનંતી કરી હતી.પરંતુ ગોરે તેમનું કામ કર્યુ નહોતંુ. આમ છતાં મૃદુભાષી એવા ભૂપેન્દ્ર પટેલે મોટું મન રાખીને એક ધારાસભ્ય તરીકે તેમના કામો થતા નથી એ પ્રકારની ફરિયાદ સરકારમાં પણ કરી નહોતી. આ બાબતને જાણતા ભાજપના આગેવાનો કહે છે કે પોતાનંુ કામ નહીં કરનારા અધિકારી સામે દ્વેષભાવ રાખીને કોઈ કાર્યવાહી કરે એવો સ્વભાવ મુખ્યમંત્રીનો નથી. પરંતુ આ અધિકારીની એવી માનસિકતા છે કે જો કોઈ રાજકીય નેતાની ભલામણ આવે તો નિયમો મુજબના હોઈ એવા ઘણા કામો પણ કરતા નથી. તેઓ એવી શંકા રાખે છે કે, ભલામણ છે એટલે નેતાએ કટકી કરી જ હશે. આ અધિકારીને કારણે સરકારની ઈમેજ બગડી રહી હોવાથી હવે તેમને બદલી દેવા જોઈએ એવી ચર્ચા તેઓ કરી રહ્યાં છે.

મંત્રીઓનાં કાર્યાલયમાં ભાજપના કાર્યકરોનાં ટોળાં ફરી કોરોના નોતરશે  

સચિવાલયમાં મુલાકાતીઓને પ્રવેશ માટેની છૂટ અપાયા બાદ અને તમામ મંત્રીઓ નવા હોવાથી શુભેચ્છકોનો પણ સતત ધસારો થઈ રહ્યો છે. ફૂલ, બુકે, મીઠાઈ જેવી કોઈ પણ વસ્તુ લાવવાની મનાઈ હોવા છતાં અનેક આગેવાનો આવી વસ્તુઓ સાથે મંત્રીનાં કાર્યાલયમાં પહોંચી રહ્યાં છે. નવા સચિવાલયમાં મંત્રીઓનાં કાર્યાલયોમાં સોમવાર અને મંગળવારે ભાજપના કાર્યકરો-આગેવાનો તેમજ નાગરિકોના ટોળા ઊમટી રહ્યાં છે. જેમાં કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. એેટલું જ નહીં, મંત્રીઓની આસપાસમાં પણ આ ટોળા ગોઠવાઈ જાય છે. આ ટોળામાં ઘણ લોકોએ તો પોતાના માસ્ક પણ પહેર્યા હોતા નથી. અનેક મંત્રીઓ પણ માસ્ક પહેરતા નથી. મંત્રીઓની આવી વૃત્તિ કોરોનાની નવી લહેરને આમંત્રણ આપે તો નવાઇ નહીં

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો