શ્રાવણ મહિનામાં શિવલિંગ પર આ વસ્તુઓ કરો અર્પણ, દૂર થશે બધા જ દોષ - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ મહિનામાં શિવલિંગ પર આ વસ્તુઓ કરો અર્પણ, દૂર થશે બધા જ દોષ

શ્રાવણ મહિનામાં શિવલિંગ પર આ વસ્તુઓ કરો અર્પણ, દૂર થશે બધા જ દોષ

 | 1:59 pm IST

ભગવાન શિવને શ્રાવણનો મહિનો સૌથી પ્રિય હોય છે. ભગવાનના ભક્તો તેમને પ્રસન્ન કરવા જાત-જાતના ઉપાયો કરતા હોય છે. જયોતિષમાં ભગવાન શિવને અર્પણ કરવામાં આવતી કેટલીક વસ્તુઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે જેને અર્પણ કરવાથી કુંડળીમાં રહેલા બધા જ દોષ દૂર થાય છે તેમજ મનોકામના પૂરી થાય છે.

દૂધ- શિવજીને દૂધ અર્પણ કરવાથી તમારી માનસિક પરેશાની દૂર થાય છે અને જો તમારી કુંડળીમાં ચંદ્ર દોષ હશે તો, તે પણ દૂર થઈ જશે.

ચંદન- સમાજમાં પોતના માન-સન્માનમાં વૃદ્ધિ માટે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવવો જોઇએ. ચંદનમાં શીતળતા હોય છે એટલે મનને શાંત રખવા માટે દરરોજ ભગવાન શિવને ચંદન અર્પણ કરવું જોઇએ.

ધતૂરો- ભગવાન શિવને ધતૂરો સૌથી વધારે પસંદ છે. આ એક પ્રકારની ઓષધિ છે જે શરીરને ગર્મ રાખે છે. પોતાની મનોકામનાની પૂર્તિ માટે ભગવાન શિવને ધતૂરો અર્પણ કરવો જોઇએ.

ભાંગ- ભાંગનો ભોગ પણ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. ભાંગને ધ્યાન લગાવવા માટે ઉપયોગમાં લેવાય છે.