With the help of Vaseline, remove the torn eddy and make the lips pink, know benefits
  • Home
  • Fashion & Beauty
  • વેસેલીનના ફાયદા જાણીને ચોંકી જશો, આ રહ્યા ફાટેલી એડીના ચીરા દૂર કરવાનો ઉપાય

વેસેલીનના ફાયદા જાણીને ચોંકી જશો, આ રહ્યા ફાટેલી એડીના ચીરા દૂર કરવાનો ઉપાય

 | 10:36 am IST

શિયાળામાં ઉપયોગમા લેવામાં આવતું વેસેલીન ચહેરાની ડ્રાયનેસ દૂર કરે છે. પરંતુ ડ્રાયનેસ સિવાય તેનાથી કેટલીક સમસ્યાઓ પણ દૂર શકે છે. પેટ્રોલિયમ જેલ મેકઅપ સાફ કરવાથી લઇને ફાટેલી એડીઓની સમસ્યા પણ દૂર કરે છે. તો આજે અમે તમને જણાવીશું કે પેટ્રોલિયમ જેલના ઉપયોગથી કઇ કઇ સમસ્યાઓ દૂર કરી શકો છો.

લિપ બામ

તેને હોઠ પર લિપ બામની જેમ પણ લગાવી શકાય છે. પેટ્રોલિયમ જેલ હોઠને હાઇડ્રેટ કરી તેને નરમ બનાવવામાં મદદ કરે છે.

હેર કલર

ઘરે હેર કલર કરતા સમયે પેટ્રોલિયમ જેલને હેર લાઇન પર લગાવી લો. જેથી કલર તમારા માથાની સ્કેલ્પ પર લાગશે નહીં.

કુદરતી ત્વચા ચમક

ઘરથી બહાર નીકળવા પર મેકઅપની જગ્યાએ પેટ્રોલિયમ જેલનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારા ચહેરા પર કુદરતી ચમક આવવા લાગશે અને ત્વચા સુંદર લાગશે.

ફાટેલી એડી

શિયાળાના કારણે એડી ડ્રાય થઇને ફાટવા લાગે છે. એવામાં પગ પર પેટ્રોલિયમ જેલથી મસાજ કરી શકો છો. થોડાક દિવસમાં તમારા પગની એડી સુંદર અને નરમ થઇ જશે.

એન્ટી રિંકલ ક્રીમ

પેટ્રોલિયમ જેલનો ઉપયોગ ચહેરા પર મોઇશ્ચાઇઝરની જેમ કરી શકાય છે. તેના ઉપયોગથી ચહેરા પરની કરચલીની સમસ્યા દૂર કરી શકાય છે.

મેકઅપ રિમૂવર

મેકઅપ સાફ કરવા માટે રિમૂવરની જગ્યાએ પેટ્રોલિયમ જેલનો ઉપયોગ કરો. જેનાથી તમારા ચહેરા પર ચમક પણ આવશે અને મેકઅપ પણ સહેલાઇથી સાફ થઇ શકશે.

પરફ્યૂમ બેસ

પરફ્યૂમ લગાવતા પહેલા તે જગ્યા પર પેટ્રોલિયમ જેલી લગાવી લો. જેથી પરફ્યૂમની સુંગંધ લાંબા સમય સુધી ટકી શકે છે.

રેજર

કેટલીક વાર શરીરના અણગમતા વાળથી છૂટકારો મેળવવા માટે તમે રેજરનો ઉપયોગ કરો છો. પરંતુ તેનાથી તમારી ત્વચા ખરાબ થઇ જાય છે. એવામાં તે જગ્યા પર પેટ્રોલિયમ જેલ લગાવી શકો છો અને તમારી ત્વચા નરમ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન