૩,૦૦૦ વર્ષમાં મહિલાઓ સાથે જે નથી થયું તે મોદીરાજનાં ૪ વર્ષમાં થયું : રાહુલ - Sandesh
  • Home
  • India
  • ૩,૦૦૦ વર્ષમાં મહિલાઓ સાથે જે નથી થયું તે મોદીરાજનાં ૪ વર્ષમાં થયું : રાહુલ

૩,૦૦૦ વર્ષમાં મહિલાઓ સાથે જે નથી થયું તે મોદીરાજનાં ૪ વર્ષમાં થયું : રાહુલ

 | 2:30 am IST

। રાયપુર ।

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશનાં બિહાર અને યુપી સહિત અનેક રાજ્યોમાં મહિલા તેમજ બાળકીઓ પર આચરવામાં આવતા બળાત્કારનાં નરપિશાચી કૃત્યો અંગે પીએમ મોદીને નિશાન બનાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, બિહાર અને યુપીમાં બાળકીઓ સાથે દુષ્કર્મ કરાઈ રહ્યું છે આમ છતાં મોદી કશું બોલતા નથી. ભાજપ શાસિત રાજ્યોમાં જ મહિલાઓ પર બળાત્કાર શા માટે થઈ રહ્યા છે? મોદી સરકારનાં ૪ વર્ષના શાસનમાં મહિલાઓ સાથે જે કંઈ અત્યાચાર અને બળાત્કાર થઈ રહ્યા છે તેવી ઘટનાઓ છેલ્લા ૩૦૦૦ વર્ષમાં પણ નથી થઈ. રાહુલ ગાંધીએ રાયપુરમાં કોંગ્રેસ ઓફિસને ખુલ્લી મુકી હતી. રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા હતા કે પનામા પેપર્સમાં પાક.નાં પૂર્વ પીએમ નવાઝ શરિફને જેલમાં ધકેલી દેવાયા. આ જ કેસમાં છત્તીસગઢના મુખ્યપ્રધાન રમનસિંહનાં પુત્રનું નામ ચમક્યું છે આમ છતાં મોદી ભેદી મૌન સેવી રહ્યા છે.

રાફેલ સોદો સંરક્ષણ ક્ષેત્રે દેશના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ

કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે રાફેલ સોદો એ દેશનાં ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે. આ સોદામાં ચોકીદાર ભાગીદાર બની ગયા છે. ચોકીદારે ભ્રષ્ટાચાર આચર્યો છે. આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અમે જ્યારે સંસદમાં રાફેલ સોદાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે મોદી અમારી આંખ સાથે આંખ મિલાવી શકતા ન હતા.

;