Within 11 Minutes 3 Calls on PM Modi who did the talk to
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પહેલી વાર જાહેરમાં PM મોદી ફોન પર વાત કરતા જોવા મળ્યા, માત્ર 11 મિનિટમાં 3 ફોન કોલ

પહેલી વાર જાહેરમાં PM મોદી ફોન પર વાત કરતા જોવા મળ્યા, માત્ર 11 મિનિટમાં 3 ફોન કોલ

 | 9:51 am IST
  • Share

વડાપ્રધાન મોદી (PM Modi) દેવ દિવાળી (Dev Diwali) નિમિત્તે પોતાના સંસદીય ક્ષેત્ર કાશી (Kashi) (વારાણસી)માં હતા. કાશી વિશ્વનાથની પૂજા અર્ચના બાદ તેમણે ગંગા ઘાટ પર દેવ દિવાળીની ઉજવણી કરી હતી. સામાન્ય રીતે પીએમ મોદી જાહેરમાં મોબાઈલ ફોન (Mobile Phone)નો ઉપયોગ કરતા જોવા મળતા નથી. પરંતુ કાશીની આ મુલાકાત દરમિયાન PM મોદી ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા. તે પણ એકવાર નહી પરંતુ ત્રણ ત્રણ વાર.

24 જ કલાકથી વડાપ્રધાનનાં (PM Modi Mobile Phone) તે 3 ફોન ચર્ચામાં છે. સૌકોઈને આશ્ચર્ય છે કે આખરે પીએમ મોદી વાત કોની સાથે કરી રહ્યા હતા? આ સવાલ એટલા માટે કારણ કે તેઓ દેશમાં હોય કે વિદેશમાં ક્યારેય જાહેરમાં ફોન પર વાત કરતા નથી.

માત્ર જ 11 મિનિટમાં 3 ફોન

સોમવારે દેવ દિવાળી પ્રસંગની ઉજવણી કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંત રવિદાસ ઘાટ ગયા હતાં. અહીં તેમણે 11 મિનિટમાં 3 વાર ફોનમાં વાત કરી હતી.

પહેલો ફોન માત્ર 10 સેકન્ડ ચાલ્યો

પીએમ મોદી સંત રવિદાસ ઘાટની સીડીઓ ચડી રહ્યા હતા ત્યારે પીળા સ્વેટરમાં રહેલા તેમના સહયોગીએ પાછળથી આવીને તેમના તરફ મોબાઇલ ધર્યો હતો. વડાપ્રધાને પોતાનાં ડાબા હાથથી મોબાઇલ લઈ સીડી પર જ રોકાઇને 10 સેકન્ડ સુધી વાત કરી હતી. ફોન પર વાત કર્યા બાદ વડાપ્રધાને પોતાનાં સહયોગીને ફોન આપ્યો અને સીડીઓ પર આગળ વધી ગયા.

ગણતરીની જ સેકન્ડમાં બીજો ફોન 

આ કોલના 44 જ સેકન્ડ બાદ ફરી તે જ મોબાઇલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જરૂરી ફોન આવ્યો. ફરીથી વડાપ્રધાને ફરી એકવાર ફોન માટે પોતાનો ડાબો હાથમાં લઈ વાતચીત શરૂ કરી. બીજા ફોન કોલને લઈને લાગતુ હતું કે, કદાચ પીએમ મોદીને આ વખતે આ ફોન અંગે પહેલાથી જ આભાસ હતો. વડાપ્રધાન ફોન પર વાત કરવા લાગ્યા અને સહયોગીઓ સીડી પર ચડીને આગળ જતા રહ્યા. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ પણ થોડા અંતરે તેમનાથી દુર ઉભા રહ્યા. વડાપ્રધાનનો બીજો ફોન લગભગ 24 સેકન્ડ સુધી ચાલ્યો હતો. 24 સેકન્ડ સુધી ફોન પર વાત કર્યા બાદ વડાપ્રધાને સહયોગીઓને ફોન પરત આપ્યો અને આગળ વધી ગયા.

ત્રીજી વાર ફોન પર લાંબી વાત

પીએમ જ્યારે સંત રવિદાસ ઘાટ પર હાજર સંત રવિદાસપાર્ક પહોંચ્યા જ્યાં તેમણે સંત રવિદાસની મુર્તિ પર માળાઅર્પણ કરવાની હતી. સંતરવિદાસને નમન કરીને વડાપ્રધાનને પાર્કમાંથી નિકળવાનું હતું. આ દરમિયાન 7 મિનિટને 18 સેકન્ડ બાદ તેમણે ત્રીજો ફોન રિસિવ કર્યો હતો. વડાપ્રધાન મોદીના સહયોગીએ સામે આવીને તેમને ફોન આપ્યો અને એક તરફ આવીને ફોન પર વાત કરવા માટે ઇશારો કર્યો. સહયોગી વડાપ્રધાનને તે જણાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તેઓ ક્યાં ઉભા રહીને વાત કરી શકે છે. આ દરમિયાન પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનાથી થોડા અંતરે હાજર હતા. થોડા અંતર પર વડાપ્રધાન મોદીની ગાડી પણ આવી રહી હતી. જેમાંથી બેસીને તેઓ રવાના થવાના હતા. પરંતુ આ વખતે વડાપ્રધાન મોદીએ બે મિનિટ કરતા પણ વધારે સમય સુધી ત્રીજા ફોન પર વાતચીત કરી હતી.

પહેલીવાર જાહેરમાં ફોન પર વાતચીત કરતા જોવા મળ્યા પીએમ મોદી

ફોન પર શું વાત કરી? કોની સાથે વાત કરી? કયા મુદ્દે વાત કરી તે અંગે ન તો કોઇ માહિતી મળી શકી નથી. પરંતુ સામાન્ય રીતે વડાપ્રધાન જાહેર સ્થળો પર કોઇ પણ કાર્યક્રમ દરમિયાન મોબાઇલ અને ફોન કોલ પર વાત કરવાનું ટાળે છે. સોમવારે પહેલીવાર તેમણે આ પ્રકારના જાહેર કાર્યક્રમમાં વારંવાર મોબાઇલ પર વાત કરતા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન