Within Last 24 Hours Recordbreak Corona Cases Registered In India
  • Home
  • Corona
  • ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર, 24 કલાકની અંદર સામે આવ્યા અધધધ… પોઝિટિવ કેસ

ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર, 24 કલાકની અંદર સામે આવ્યા અધધધ… પોઝિટિવ કેસ

 | 10:37 am IST

દેશમાં કોરોનાનાં નવા કેસોમાં જોરદાર રીતે વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,771 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાનાં કેસની સંખ્યા 648,315 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી શનિવારનાં જાહેર આંકડાઓ પ્રમાણે દેશમાં અત્યારે એક્ટિવ કેસ 2,35,433 છે અને મૃતકોની સંખ્યા 18,555 થઈ ગઈ છે.

24 કલાકમાં 14,335 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

તો કોવિડ-19ની બીમારીથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,94,226 પહોંચી ગઈ છે. શુક્રવાર સવારે 8 વાગ્યાથી શનિવાર સવારે 8 વાગ્યા સુધી એટલે કે 24 કલાકમાં આ નવા કેસો આવ્યા છે. તો આ દરમિયાન 442 લોકોનાં મોત થયા છે અને 14,335 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણનાં 6364 નવા કેસ સામે આવ્યા છે, જે એક દિવસમાં સર્વાધિક છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખે પહોંચવા

આ સાથે જ પ્રદેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને એક લાખ 92 હજાર 990 થઈ ગઈ છે. પ્રદેશનાં સ્વાસ્થ્ય વિભાગે આની જાણકારી આપી છે. વિભાગે કહ્યું છે કે પ્રદેશમાં મહામારીથી 198 લોકોનાં મોત થઈ ગયા છે, જેનાથી મરનારાઓની સંખ્યા વધીને 8376 થઈ ગઈ છે. વિભાગે જણાવ્યું કે, ગુરૂવારનાં એક દિવસમાં સર્વાધિક 6330 નવા કેસ સામે આવ્યા હતા.

મહાષ્ટ્રમાં 10 લાખ 49 હજાર 277 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું

સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બીજી તરફ સફળ સારવાર બાદ શુક્રવારનાં 3515 દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જેનાથી ઠીક થનારા દર્દીઓની સંખ્યા વધીને રાજ્યમાં એક લાખ ચાર હજાર 687 થઈ ગઈ છે. આમાં કહેવામાં આવ્યું છે કે પ્રદેશમાં અત્યાર સુધી 10 લાખ 49 હજાર 277 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ વિડીયો પણ જુઓ: અમરાઈવાડીની તપન હોસ્પિટલને દંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન