without a single rupee cost Skin glow, Follow Tips
  • Home
  • Fashion & Beauty
  • એક પણ રૂપિયાના ખર્ચ વગર ઘરે જ ચમકાવો તમારી ત્વચા

એક પણ રૂપિયાના ખર્ચ વગર ઘરે જ ચમકાવો તમારી ત્વચા

 | 11:20 am IST

ચહેરાની સુંદરતા વધારવા અને તેને આકર્ષક બનાવવા માટે આપણને ઘણી વસ્તુઓની જરૂરત પડે છે. જેને લઇને તમે વારંવાર પાર્લર જાઓ છો અને તેમા ઘણો ખર્ચો પણ થાય છે. તેમાથી એક છે ચહેરા પરના અણગમતા વાળ છુપાવવા માટે બ્લીચિંગ, જેને કારણે ખાસકરીને મહિલાઓ પાર્લર જવાનું પસંદ કરે છે. તે ખૂબ મોંઘુ પણ હોય છે. તો આજે અમે તમને કેટલાક ઉપાયો લઇને આવ્યા છે તમે ઘરે બનેલા કેટલાક બ્લીચ અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે તમે એક પણ રૂપિયાના ખર્ચ વગર ચમક લાવી શકાય છે.

દૂધ અને ચણાનો લોટ

એક સ્વચ્છ બાઉલ લો અને તેમા 3 ચમચી ચણાનો લોટ અને 5 ચમચી કાચુ દૂધ ઉમેરો. તેમા લીંબુનો રસ પણ ઉમેરી લો હવે એક ચમચી હળદર ઉમેરો. હળદર વધારે ન ઉમેરવી જોઇએ જેથી ત્વચાનો રંગ પીળો ન થઇ જાય. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. તેને સૂકાઇ ગયા બાદ સ્વચ્છ પાણીથી ચહેરા ધોઇ લો. રોજ આ પેકને લગાવવાથી ચહેરામાં ચમક વધી જશે.

ફુદીનાનું બ્લીચ

ફુદીનાના તાજા પાન લઇ તેમા થોડૂંક પાણી મિક્સ કરીને બ્લેન્ડ કરી લો. આ પેસ્ટે ચહેરા પર લગાવો અને 30 મિનિટ રાખી મૂકો. સામાન્ય પાણીથી ચહેરો ધોઇ લો. રોજ ઉપયોગ કરવા ચહેરામાં ચમક આવી જાય છે.

ગુલાબજળ અને ટામેટાનું બ્લીચ

પહેલા ટામેટાનો બ્લેન્ડ કરીને તેનો પલ્પ તૈયાર કરી લો. હવે આ પલ્પમાં એક ચમચી ગુલાબજલ મિક્સ કરો અને એક ચમચી લીંબુનો રસ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ ચહેારને પાણીથી ધોઇ લો રોજ આ પેસ્ટને લગાવવાથી થોડાક અઠવાડિયાની અંદર ફરક જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન