એમ્બ્યુલન્સ ન મળતાં મૃતદેહને લારીમાં ખેંચી જવાની સ્થિતિ આવી - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • એમ્બ્યુલન્સ ન મળતાં મૃતદેહને લારીમાં ખેંચી જવાની સ્થિતિ આવી

એમ્બ્યુલન્સ ન મળતાં મૃતદેહને લારીમાં ખેંચી જવાની સ્થિતિ આવી

 | 8:53 pm IST

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સ્વાસ્થ્ય સેવા સતત વિવાદમાં રહે છે. ઝાંસીમાં દર્દીનો કપાયેલો પગનો તકિયો બનાવાયાનો વિવાદ હજુ ઠંડો પડયો નથી, ત્યાં જ મૈનપુરીમાં ચિકિત્સાલયની સંવેદનહીનતાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્નીનો મૃતદેહને મજબૂરીમાં હોસ્પિટલથી ઘર સુધી લારીમાં ખેંચી જવો પડયો હતો.

36 વર્ષના કન્હૈયાલાલ મજૂરી કરે છે.પત્નીના મૃત્યુ બાદ કનૈયાલાલે જણાવ્યું કે, હોસ્પિટલથી તેમનું ઘર 5 કિલોમીટર અને અંતિમ સંસ્કાર માટે પત્નીના શબને કપડામાં ઢાંકી લારીમાં લઈ જવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. આ અંગે જિલ્લાધિકારી પ્રદીપ કુમારે કેસની તપાસના આદેશ આપતાં કહ્યું હતું કે આ ઘટના કઈ રીતે ઘટી એ અંગે તપાસ થશે અને દોષિતો પર કાર્યવાહી કરાશે.

કન્હૈયાલાલે જણાવ્યું હતું કે, હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ મારી પત્નીને મૃત જાહેર કરી હતી. મૃતદેહને લઈ જવા માટે વાહન માટે વિનંતી કરી હતી. પરંતુ હોસ્પિટલના તંત્રે તે ઉપલબ્ધ કરાવવાનો ઇનકાર કર્યો હતો. એ બાદ બીજો કોઈ વિકલ્પ ન હતો, તેથી જે લારીમાં પત્નીને હોસ્પિટલમાં લાવ્યો હતો, એ જ લારીમાં તેના મૃતદેહને લઈ જવો પડયો હતો.

હરિહરપુર વિસ્તારના રહીશ કન્હૈયાલાલની પત્ની સોનીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. એ બાદ તેને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો. એક કલાક સુધી તેની રાહ જોયા બાદ તેણે લારીમાં પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો હતો.