Without Friends These Stars Would not be Famous
  • Home
  • Entertainment
  • Bollywood
  • Friendship Day: દોસ્તો વગર આ સ્ટાર્સ ના કરી શક્યા હોત નામ, આ રીતે કરી હતી મદદ

Friendship Day: દોસ્તો વગર આ સ્ટાર્સ ના કરી શક્યા હોત નામ, આ રીતે કરી હતી મદદ

 | 3:40 pm IST
  • Share

કહેવામાં આવે છે કે દોસ્તીનો સંબંધ દરેક સંબંધ કરતા અલગ હોય છે. વાત પણ સાચી છે. દોસ્તો ઉતરેલા મોઢા પર સ્માઇલ લાવે છે, સરપ્રાઇઝ બર્થ ડે પાર્ટી આપે છે, મુશ્કેલીમાં મદદ કરે છે, આપણી વાતો સાંભળે છે. ફ્રેન્ડશિપ ડેનાં આ અવસર પર બોલિવુડની કેટલીક હસ્તીઓએ તેમની ફ્રેન્ડશિપનાં કિસ્સાઓ શેર કર્યા છે.

જેક્લીન ફર્નાન્ડિસ

અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝે પોતાના દેશ શ્રીલંકાથી દૂર મુંબઈમાં ખાસ ઓળખ જ નથી બનાવી પરંતુ ખાસ દોસ્ત પણ બનાવ્યા છે. જેકલીન કહે છે કે, “સુરેન અને મિશાલી મારા ઘણા જ સ્પેશિયલ દોસ્ત છે. હું તેમને ત્યારની ઓળખું છું જ્યારે હું મારું કેરિયર બનાવવા અહી આવી હતી. અમે ઘણા જ ક્લોઝ મિત્રો છીએ. તે ઘણીવાર મારા માટે કંઇક એવું ખાસ કરે છે જે દિલને સ્પર્શી જાય છે. ગયા વર્ષે મારા બર્થડે પર તેમણે મને એક બિલાડીનું બચ્ચુ ગિફ્ટમાં આપ્યું હતુ. તેમને ખબર છે કે કામ કર્યા બાદ હું ખાલી ઘરમાં પરત ફરતી હતી. આ મારા માટે સુંદર ગિફ્ટ હતી, જેણે મારી એકલતા દૂર કરી. મને ખબર છે કે આ બંને મારા સાચા દોસ્ત છે અને હંમેશા મને સાથ આપશે.”

અભય દેઓલ

એક્ટર અભય દેઓલ આમ તો ફ્રેન્ડશિપ ડે જેવા કૉન્સેપ્ટમાં વિશ્વાસ નથી કરતો, પરંતુ દોસ્તોનાં મામલે પોતાને લકી માને છે. અભયનું કહેવું છે, “હું ફ્રેન્ડશિપ ડે, મધર્સ ડે યા એવા કોઇ દિવસમાં વિશ્વાસ નથી રાખતો; કેમકે મારું માનવું છે કે આ બધા દિવસો વધારે કાર્ડ, વધારે ફૂલો, વધારે ગિફ્ટ્સ વેચવાનું બહાનું છે. આ બધા દિવસો મનાવવાનું કારણ કમર્શિયલ છે. જો કે દોસ્તોની વાત કરીએ તો ઘણા એવા ફ્રેન્ડ્સ છે જેમણે મારા માટે ઘણું બધુ કર્યું છે. હું તેને શબ્દોમાં જણાવવા નથી ઇચ્છતો, પરંતુ મારા દોસ્તો હંમેશા ખરાબ સમયમાં મારી સાથે રહ્યા છે. એમાંથી કેટલાક ઇન્ડસ્ટ્રીમાંથી પણ છે. ક્યારેક ક્યારેક હું થોડોક મેન્ટલ થઇ જાઉં છું તો એ લોકો મને સપોર્ટ આપે છે જેથી મારી મેન્ટલનેસ થોડીક ઓછી થાય.”

જિમી શેરગિલ

દોસ્તોની વાત આવવા પર એક્ટર જિમી શેરગિલ પોતાના સ્ટ્રગલનાં દિવસો યાદ કરે છે. તે જણાવે છે કે, “માચિસ ફિલ્મ કર્યા પછી તેના કેરિયરમાં ગેપ આવ્યો હતો. હું જેવું કામ ઇચ્છતો હતો તેવું નહતુ મળી રહ્યું. અહી ઘણા બધા મારા દોસ્ત એવા હતા જે ઇન્ડસ્ટ્રીથી નહતા. અમે લોકો સાંભળતા હતા કે મુંબઈમાં ઘણો જ વરસાદ થઇ રહ્યો છે, ચારેબાજુ પાણી ભરાયું છે, બહાર નહી જઇ શકો; ત્યારે અમે મજાક કરતા કે બહાર બોલાવે પણ કોણ છે. અમે ઘરે બેસી રહેતા હતા અને કેરમ રમતા, ચા પીતા, ઘણા દિવસો સુધી ઘરની બહાર નહોતા નીકળતા. કહેવાનો મતલબ છે કે સ્ટ્રગલનાં દિવસોમાં જ્યારે કામ નહતું મળી રહ્યું, ટેન્શન રહેતુ હતુ ત્યારે દોસ્તોની વાતો ટેન્શન દૂર કરી દેતી હતી. અમે કામ ન મળવા પર જોર જોરથી હસતા હતા. આજે બધા જ પોત-પોતાની જગ્યાએ સેટ છે, પરંતુ આજે પણ એ વાતો યાદ આવે છે તો ચહેરા પર સ્માઇલ આવી જાય છે.”

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો