NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભગવાન રામ વિના ભારતમાં કોઈ કામ થઈ શકતા નથી : યોગી

ભગવાન રામ વિના ભારતમાં કોઈ કામ થઈ શકતા નથી : યોગી

 | 4:34 am IST

લખનઉ :

યુપીનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ભારતમાં ભગવાન રામ વિના કોઈ કામ થઈ શકતા નથી. રામ લોકોની આસ્થાનું પ્રતીક છે. દેશમાં તમામ આસ્થાનું કેન્દ્ર  બિંદુ ભગવાન રામ છે.

યોગીએ મ્યુનિસિપાલિટીની ચૂંટણીનો પ્રચાર શરૂ કરતી વખતે હિંદુત્વની વાત કરી હતી. અયોધ્યામાં રામમંદિર વિવાદ વાટાઘાટો દ્વારા ઉકેલવા માટે મધ્યસ્થી બનવાની શ્રી શ્રી રવિશંકરની પહેલને તેમણે આવકારી હતી. તેમણે જય શ્રી રામનો નારો લગાવીને પ્રચારનાં શ્રીગણેશ કર્યા હતા.

અયોધ્યામાં સરયુ કાંઠે રામની ૧૦૦ મીટર ઊંચી પ્રતિમા મૂકવા વચન

યોગીએ અયોધ્યામાં સરયુ કાંઠે ભગવાન રામની ૧૦૦ મીટર ઊંચી પ્રતિમા મૂકવાનું લોકોને વચન આપ્યું હતું. અગાઉ ભગવાન બુદ્ધની ૫૦૦ મીટર ઊંચી આખા વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા મૂકવા તેમણે જાહેરાત કરી હતી. પૂર્વ સીએમ અખિલેશે સૈફઈમાં હનુમાનજીની પ્રતિમા મૂક્યા પછી કૃષ્ણની મૂર્તિ લગાવવા યોજના બનાવી છે.

નગરોમાં વિકાસની ગંગા વહાવવામાં આવશે

યોગીએ કહ્યું હતું કે આ ચૂંટણી અમારા માટે મેયર કે ચેરમેન બનવા માટેની નથી. નગરોમાં વિકાસની ગંગા વહેવડાવવામાં આવશે. દેશ અને પ્રદેશની રાજનીતિમાં અયોધ્યાનું સ્થાન સર્વોચ્ચ છે. લોકોને બે તૃતીયાંશ બહુમતીથી ભાજપનાં ઉમેદવારોને જીતાડવા તેમણે અપીલ કરી હતી. પાર્ટીને જીતાડવા માટે ભાજપે ઢંઢેરામાં લોકોને મફતમાં વાઇફાઇ સુવિધા આપવાની અને મહિલાઓ માટે ફ્રી પિન્ક ટોઇલેટનાં વચનો આપ્યા છે.

બિનસાંપ્રદાયિકતા શબ્દ સૌથી મોટું જુઠ્ઠાણું : યોગી

યોગીએ કહ્યું હતું કે દેશમાં સ્વતંત્રતા પછી બિનસાંપ્રદાયિકતા શબ્દ એ સૌથી મોટું જુઠ્ઠાણું છે. જે લોકો આવા શબ્દનો ઉપયોગ કરે છે તેમણે આ માટે માફી માગવી જોઈએ. યોગીએ કહ્યું કે યુરોપમાં પાકિસ્તાન અને પાકીને પણ અપશબ્દ ગણે છે. આમ પાકિસ્તાનએ અપશબ્દનો પર્યાય છે. કોંગ્રેસ જાતિ, ધર્મ અને ભાષાના નામે લોકોમાં ભાગલા પડાવતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

;