Without Pain How TO Remove Upper lips Hair Follow Tips
  • Home
  • Fashion & Beauty
  • કોઇપણ દુખાવા વગર ઘરે જ અપર લિપ્સના વાળને દૂર કરો, આ છે સહેલા નુસખા

કોઇપણ દુખાવા વગર ઘરે જ અપર લિપ્સના વાળને દૂર કરો, આ છે સહેલા નુસખા

 | 10:18 am IST

છોકરાઓને હળવી-હળવી મૂંછો દેખાવવા લાગે તો તે સામાન્ય છે. પરંતુ જ્યારે છોકરીઓના હોઠ ઉપર એટલે કે અપર લિપ્સ પર આછા વાળ દેખાય તો તે ખૂબ ખરાબ લાગે છે અને સાથે જ છોકરીઓને અન્ય લોકોની સામે શરમ અનુભવવી પડે છે. ખાસ કરીને ઘણી યુવતીઓ તેમના હોઠ પરના આ વાળને દૂર કરવા માટે બ્યુટી પાર્લરમાં જાય છે પરંતુ આજે અમે તમને કેટલાક એવા સહેલા ઘરેલું ઉપાય જણાવીશું જેની મદદથી તમે કોઇપણ દુખાવા વગર સહેલાઇથી અણગમતા વાળને દૂર કરી શકો છો.

દહીં અને ચોખાનો લોટ

એક બાઉલમાં એક મોટી ચમચી દહીં અને એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરો. હવે આ પેસ્ટને અપર લિપ્સ પર લગાવી લો. થોડીક વાર તેને સૂકાવા દો અને સૂકાઇ ગયા બાદ તેને હળવા હાથથી રગડીને મસાજ કરી પેસ્ટ દૂર કરી લો. ત્યાર પછી તેને સાદા પાણીથી ધોઇ લો. સતત થોડાક દિવસ આ ઉપાય કરવાથી તમે સહેલાઇથી આ સમસ્યાને દૂર કરી શકો છો.

ખાંડ અને લીંબુ

એક બાઉલમાં બે લીંબુના રસ અને ખાંડ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને અપર લિપ્સ પર 10-15 મિનિટ લગાવી રાખો. તે પછી તેને બરાબર રગડીને લો. જેથી અણગમતા વાળ સહેલાઇથી નીકળી જશે.

દૂધ અને હળદર

એક મોટી ચમચી દૂધ અને એક મોટી ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને અપરલિપસ પર લગાવો અને સૂકાઇ ગયા પછી હળવા હાથે રગડીને તેને ઘોઇ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન