Without QR code you can login on WhatsApp Web
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • QR કોડ સ્કેન કર્યા વિના પણ WhatsApp Web કરી શકો છો Login, જાણો સમગ્ર પ્રોસેસ

QR કોડ સ્કેન કર્યા વિના પણ WhatsApp Web કરી શકો છો Login, જાણો સમગ્ર પ્રોસેસ

 | 12:20 pm IST
  • Share

વોટ્સએપ (WhatsApp)ની પાસે લાખો યૂઝર્સ છે, જે મેસેજ વોઈસ કોલ (Voice Call) અને વીડિયો ચેટ (Video Chat)ની માધ્યમખી કમ્યૂનિકેશન કરે છે. યૂઝર્સ વોટ્સએપને ફોન અને ડેસ્કટોપ (Desktop)બન્ને પર એક્સેસ કરી શકે છે. અને ખાસ વાત એ છે કે, તેનું ડેસ્કટોપ વર્જન (desktop version) ફોન વર્ઝનની જેમ જ કામ કરે છે. પોતાના ફોનના માધ્યમથી ડેસ્કટોપ પર લોગીન કરવા માટે તમારે QR કોડ સ્કેન કરવાનો હોય છે ત્યારે જ તમે વોટ્સએપ વેબનો ઉપયોગ પોતાના ડેસ્કટોપ પર કરી શકો છો.

જો કે કેટલીક વાર એવુ પણ બની શકે કે, જ્યારે તમે તમારો ફોન ક્યાંક ભૂલી ગયા હોય કે ખોવાઈ ગયો હોય અથવા તમારા ફોનનો કેમેરા કામ ન કરી રહ્યો હોય, જેના કારણે QR કોડને સ્કેન કરવો અને વોટ્સએપ વેબ લોગીન કરવુ શક્ય નથી હોતું. એવી સ્થિતિમાં તમે નીચે આપેલા સ્ટેપ પને ફોલો કરી શકો છો અને QR કોડ વિના વોટ્સએપ વેબ પર લોગીન કરી શકો છો. આવો જાણીએ પૂરા સ્ટેપ્સની ડિટેલ.

Whats App

સ્ટેપ 1: વેબથી BlueStacks ડાઉનલોડ કરો અને તેને તમારા PCમાં ઈન્સ્ટોલ કરો

સ્ટેપ 2: BlueStacks એપ સ્ટોર ઓપન કરો અને વોટ્સએપને સર્ચ મેન્યૂમાં સર્ચ કરો અને ડાઉનલોડ કરો

સ્ટેપ 3: પોતાનો ફોન નંબર નાખો જેને તમે વોટ્સએપ વેરીફિકેશન કોડ માટે ઉપયોગ કરવા માગો છો

સ્ટેપ 4: QR કોડને સ્કેન કર્યા વિના તમારા પીસીમાં વોટ્સએપ સરળતાથી ઈન્સ્ટોલ થઈ જશે

સ્ટેપ 5: હવે તમે મેન્યૂ બટન પર પ્રેસ કરીને મેનેજ કોન્ટેક્ટના ઓપ્શન પર ક્લિક કરીને તે કોન્ટેક્ટને એડ કરી શકો છો જેની સાથે તમે કમ્યૂનિકેટ કરવા માગો છો. કોન્ટેક્ટ મેનેજ કરવાનું કારણ એ છે કે તમારા પીસી પર ઉપયોગમાં લેવાતો ફોન નંબર તમારા દ્વારા ઉપયોગમાં લેવાતા ફોન નંબરથી અલગ હશે.

સ્ટેપ 6: એ ખાતરી કરો કે તમે તમારા ફોન પર તે જ નંબરનો ઉપયોગ ન કરતા હોય જેનો આ એપમાં ઉપયોગ થઈ રહ્યો હોય. તમારો મોબાઈલ નંબર અને આ એપનો મોબાઈલ નંબર બન્ને સ્થાન પર અલગ અલગ હોવો જોઈએ.

આ વીડિયો પણ જૂઓ: અત્યાચાર ગુજારનાર ડોક્ટર પતિ ઝડપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન