little thing from kitchen can change your bad luck in good one, try it
  • Home
  • Astrology
  • કાળા મરીના આ ટૂચકા દૂર કરે છે દૂર્ભાગ્યને

કાળા મરીના આ ટૂચકા દૂર કરે છે દૂર્ભાગ્યને

 | 6:31 pm IST

જો તમે સતત દૂર્ભાગ્યથી ઘેરાયેલા હોય અને પ્રયત્ન કરવા છતાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવો ઘાટ થતો હોય તો આ ટૂચકાનો આજથી જ અમલ કરો. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા ઉપાય કે નુસ્ખાઓમાં કેટલીક સામાન્ય અને નાની-નાની વસ્તુઓનો ઉપયોગ થાય છે. જે ચમત્કારી ફળ આપે છે. આવી જ એક વસ્તુ છે કાળા મરી. કાળા મરીના આ ટૂચકા એકદમ સચોટ છે. તે દૂર્ભાગ્યની સાથે દરિદ્રતાનો પણ નાશ કરી દે છે.

કાળા મરીના ચમત્કારી ઉપાય
જો તમે માત્ર પૈસા મળે તેવું જ ઈચ્છતા હોય તો કાળા મરીના પાંચ દાણા લેવા અને તેને પોતાના માથા પરથી સાત વાર ઉતારી લેવું. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ઊભા રહી ચાર મરીના દાણા ચાર દિશામાં નાંખવા અને પાંચમા દાણાને હવામાં ઉછાળી દેવું. ત્યારબાદ પાછળ ફરીને જોયા વિના ઘરે પરત ફરી જવું. આ એક એવો પ્રયોગ છે જેને કરનાર વ્યક્તિને અચાનક ધન પ્રાપ્તિ થાય છે.

જો તમે પૈસે ટકે સુખી થવા માંગતા હોય તો ધન સંબંધિત સમસ્યાને દૂર કરવા સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજાની બહાર સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. આ દીવામાં કાળા મરીના બે દાણા અચૂક નાંખો. આ ઉપાય દરરોજ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે. આ ઉપાયને ગુપ્ત રીતે કરવા. આ ઉપાય કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. ખરાબ નજર પણ ઉતરી જાય છે અને જો કોઈ નકારાત્મક શક્તિને કારણે સમસ્યા આવી રહી હોય તો તે પણ દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન