Wife visit to Jial in GreatorNoida on Rakhi celebration!
  • Home
  • Featured
  • રક્ષાબંધન પર જેલમાં ભાઇઓને રાખડી બાંધવા પહોંચેલ મહિલાઓ ભેટી પડતા ખુલી મોટી પોલ

રક્ષાબંધન પર જેલમાં ભાઇઓને રાખડી બાંધવા પહોંચેલ મહિલાઓ ભેટી પડતા ખુલી મોટી પોલ

 | 10:06 am IST

રક્ષાબંધનના દિવસે જેલમાં બંધ કેદીઓને તેમની બહેનોને રાખડી બાંધવા માટે જેલમાં આવવા દેવામાં આવે છે. ત્યારે યુપીના ગ્રેટરનોઇડાની એક જેલમાં ઉજવાયેલા રક્ષાબંધન અંગે જાણી તમને નવાઇ લાગશે. રક્ષાબંધનના દિવસે ગ્રેટરનોઇડાના લુક્સરમાં આવેલ ગૌતમબુદ્ધનગર જિલ્લા જેલમાં કેટલીક પત્નીઓ પોતાને બહેન ગણાવી પતિઓને મળવા પહોંચી ગઇ હતી. વર્ષોથી જેલમાં બંધ પતિએ જેલના પાર્કમાં પત્નીને જોતા પોતાના પર કાબૂ મેળવી શકયા નહીં અને તેમને ભેટી પડ્યા. પત્નીને ભેટતા જ પોલ ખુલી ગઇ. ત્યારબાદ આવી મહિલાઓને બહાર કાઢી મૂકાઇ. આ સિવાય પોતાનાને મળવા માટે રક્ષાબંધન પર કેટલીય મુસ્લિમ મહિલાઓ પણ ભાઇઓને મળવા માટે રાખડી લઇ જેલમાં પહોંચી ગઇ અને જેલ મેનેજમેન્ટે તેમની મુલાકાત કરાવી.

જિલ્લા પ્રશાસને રવિવારના રોજ રક્ષાબંધન પર કેદીઓને તેમની બહેનને મળવા માટે ખાસ સગવડ કરી હતી. જેલના સળિયા પાછળની જગ્યાએ જેલની અંદર ખુલ્લા પાર્કમાં મળવાની વ્યવસ્થા કરાઇ હતી. સુરક્ષાની દ્રષ્ટિથી 51 પોલીસકર્મીને વધુ તૈનાત કરાયા હતા. મોડી સાંજ સુધીમાં 2000થી વધુ મહિલાઓ જેલમાં બંધ ભાઇઓને રાખડી બાંધવા પહોંચી હતી. તેમાં 100થી વધુ મુસ્લિમ મહિલાઓએ જેલમાં પહોંચીને પોતાના ભાઇઓને રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો.

મોડી સાંજ સુધીમાં લગભગ 2000 મહિલાઓ પોતાના ભાઇઓની મુલાકાત કરવા પહોંચી. 100થી વધુ મુસ્લિમ મહિલાઓને પણ જેલમાં બંધ ભાઇઓને રાખડી બાંધી. કેટલીય પત્નીઓ પણ બહેન બનીને જેલમાં બંધ પતિઓને મળવા પહોંચી ગઇ હતી. આ અંગે જાણ થતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ બધાની વચ્ચે મોટી સંખ્યામાં કેટલીય પત્નીઓ પણ રાખડીઓ લઇને પોતાને બહેન ગણાવી જેલમાં પતિ સાથે ખુલ્લામાં મુલાકાત કરવા પહોંચી ગઇ. પતિ-પત્ની લાંબા સમય બાદ ખુલ્લા આકાશ નીચે મળતા એકબીજાને ભેટતા રોકી શકયા નહીં. તેમની આ હરકતથી સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓને તેમના ભાઇ-બહેન હોવા પર શંકા ગઇ. આ બધાની વચ્ચે કેટલાંક કેદીઓએ પણ સાથી કેદીઓ અંગે જેલ પ્રશાસનને જણાવ્યું કે સાહેબ તેમને જે મહિલા મળવા આવી છે તે બહેન નહીં પરંતુ પત્ની છે. ત્યારબાદ પત્નીઓની ઓળખ કરી તેમને બહાર કઢાયા.