આ મહિલા છે 68 વર્ષની, તેની કિડનીને થયા સો વર્ષ, છતાં તંદુરસ્ત - Sandesh
  • Home
  • World
  • આ મહિલા છે 68 વર્ષની, તેની કિડનીને થયા સો વર્ષ, છતાં તંદુરસ્ત

આ મહિલા છે 68 વર્ષની, તેની કિડનીને થયા સો વર્ષ, છતાં તંદુરસ્ત

 | 9:05 am IST

મારી માતાએ મને જીવન આપ્યું છે. તેમના વિના હું વધારે જીવી શકી ના હોત, ત્યારે મને વિચાર આવતો કે પાંચ વર્ષ વધારે જીવી લઉં તો કેટલી સારું. હવે તો આટલા બધા વર્ષો પસાર થઈ ગયા, મને લાગે છે કે આ મારી માતાના સારા જનીનનો જ પ્રભાવ છે

બ્રિટનની મહિલાએ પ્રત્યારોપણ કરાયેલા અંગેના આયુષ્ય વિશે તબીબી જગતની ધારણાઓ ખોટી સાબિત કરી છે. 68 વર્ષની આ મહિલા તેની માતાની કિડની સાથે સ્વસ્થ જીવન જીવી રહી છે. 43 વર્ષ અગાઉ માતાની કિડનીનું મહિલાના શરીરમાં પ્રત્યારોપણ કરાયું હતું. પ્રત્યારોપણ કરાયેલી કિડનીનું આયુષ્ય એકંદર 100 વર્ષ જેટલું છે.

ડરહમ કાઉન્ટીમાં રહેતી કી સૂ વેસ્ટહેડ 1973માં 25 વર્ષની હતી ત્યારે તેની કિડની બગડી ગઈ હતી. ત્યારે ડોકટરોએ તેને કિડની પ્રત્યારોપણની સલાહ આપી હતી. કી સૂની 57 વર્ષની માતા એન મેટકાફે પોતાની કિડની દિકરીને આપવાનો નિર્ણય કર્યો હતો.

કી સૂ હાલમાં 68 વર્ષની છે અને તેના શરીરમાં માતાની કિડની સંપૂર્ણપણે સામાન્ય કામગીરી બજાવી રહી છે. ડોકટરોના જણાવ્યા અનુસાર અન્ય કોઈ વ્યક્તિની લેવાયેલી કિડની પ્રત્યારોપણ પછી 20 વર્ષ સુધી જ સામાન્ય કામગીરી બજાવે છે.

કી સૂએ જણાવ્યું હતું કે તે દિવસો મારા માટે મુશ્કેલીભર્યા હતાં. ખુબ જ બીક લાગતી હતી. હું યોગ્ય રીતે ચાલી પણ શકતી ન હતી. મારી માતાએ મને જીવન આપ્યું છે. તેમના વિના હું વધારે જીવી શકી ના હોત. ત્યારે મને વિચાર આવતો કે પાંચ વર્ષ વધારે જીવી લઉં તો કેટલી સારું. હવે તો આટલા બધા વર્ષો પસાર થઈ ગયા. મને લાગે છે કે આ મારી માતાના સારા જનીનનો જ પ્રભાવ છે. સ્વસ્થ રહેવા માટે કી સૂ દવાઓ સમયસર લેવાનું ક્યારેય ભૂલતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન