NIFTY 10,153.10 +67.70  |  SENSEX 32,423.76 +151.15  |  USD 64.1175 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • PICS પતિની હત્યા તો કરી નાખી, પત્નીને BMWમાં લાશ મૂકતા ન આવડ્યું ને ફૂટ્યો ભાંડો

PICS પતિની હત્યા તો કરી નાખી, પત્નીને BMWમાં લાશ મૂકતા ન આવડ્યું ને ફૂટ્યો ભાંડો

 | 4:12 pm IST

મોહાલીમાં એક પત્નીએ પોતાના ભાઈ અને મિત્રની મદદથી પતિની કથિત હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. હત્યા બાદ લાશને સૂટકેસમાં બંધ કરીને ઠેકાણે લગાવતી વખતે આ હત્યારી પત્નીનો ભાંડો ફૂટ્યો હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે એક સિંહ ઢિલ્લોની લાશ તેના મોહાલી સ્થિત ભાડાના ઘરની પાસે એક બીએમડબલ્યુ કારની અંદરથી મળી આવી હતી. ઢિલ્લોની પત્નીની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસનો દાવો છે કે તેણે પોતાના ભાઈ અને મિત્રની મદદથી હત્યાની વાત કબુલી છે. આરોપી મહિલા કોંગ્રેસના પૂર્વ વિધાયકની ભત્રીજી હોવાનું પણ કહેવાય છે.

મળતી માહિતી મુજબ આ પરિવારે 15 દિવસ પહેલા જ મોહાલીમાં ઘર ભાડે લીધુ હતું. ઘટના વખતે પહેલા તો એકમ ઢિલ્લોને ઢોર માર મરાયો અને ત્યારબાદ જબરદસ્તીથી બાથરૂમમાં લઈ જઈને તેને ગોળી મારી દેવાઈ. 6 ફૂટ 3 ઈંચની હાઈટ ધરાવતા ઢિલ્લોની લાશને બે બાય અઢી ફૂટની સૂટકેસમાં નાખીને પત્ની સીરત જ તેને ઠેકાણે લગાવવાની ફિરાકમાં હતી. આ સૂટકેસને કારમાં રાખવું તેના એકલા માટે શક્ય નહતું આથી તેણે બહાર ઉભેલા ઓટો ડ્રાઈવરની મદદ લીધી હતી. ઓટો ડ્રાઈવરના હાથમાં લોહી લાગતા તેણે બૂમાબૂમ મચાવી હતી. લાશ છોડીને ભાગેલી સીરતે પહેલા તેના ભાઈને ફોન કર્યો. થોડીવાર એક પાર્કમાં જ તે બેઠી રહી અને ત્યારબાદ બ્યુટીપાર્લર જતી રહી. ત્યાંથી તેણે તેના ચંડીગઢમાં રહેતા મિત્રને ફોન કર્યો. પોલીસ ત્યારથી સીરતને ટ્રેસ કરવામાં લાગી ગઈ હતી. સીરત જેવી તેના મિત્ર સુધી પહોંચી કે તેને પોલીસે પકડી લીધી હતી. એક કારમાં તેને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવી. પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓએ તેની પૂછપરછ કરી.

સીરત સૂટકેસ છોડીને ભાગી ત્યારે ઓટોરિક્ષાવાળાએ પોલીસને બોલાવી લીધી હતી. મોડી રાતે સીરતની ધરપકડ થઈ હતી. હત્યાના પાછળના કારણમાં પ્રણય ત્રિકોણ ગણાવાઈ રહ્યું છે. સીરતની દોસ્તી તેના ભાઈ વિનય પ્રતાપ બરાડના મિત્ર સાથે હતી. જેના ચક્કરમાં સીરતે વિનય અને તેના મિત્ર સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવી દીધો. એકમની હત્યાનું પ્લાનિંગ થઈ રહ્યું હતું ત્યારે તેની જાણકારી સીરતની માતા જસવિંદર કોરને પણ હતી. આથી પોલીસે એફઆઈઆરમાં સીરત, વિનય, તેના મિત્ર અને જસવિંદર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સીરતના મામા અજીત ઈન્દ્ર સિંહ મોફર કોંગ્રેસી નેતા છે.