નકલી પોલીસ બનીને લોકોને હનીટ્રેપમાં ફસાવતી રાજકોટમાં 6ની ગેંગ ઝડપાઈ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • નકલી પોલીસ બનીને લોકોને હનીટ્રેપમાં ફસાવતી રાજકોટમાં 6ની ગેંગ ઝડપાઈ

નકલી પોલીસ બનીને લોકોને હનીટ્રેપમાં ફસાવતી રાજકોટમાં 6ની ગેંગ ઝડપાઈ

 | 3:39 pm IST

રાજકોટ પાસેના લોધિકાના નગર પીપળીયા ગામે વૃધ્ધને હની ટ્રેપમાં ફસાવી રૂ.10 લાખની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે. નકલી પોલીસના સ્વાંગમાં આવનાર 1 મહિલા સહિત 6 શખ્સોની ધરપકડ કરાઈ છે. જેમણે એક વૃધ્ધ તેમજ તેના ભત્રીજાને માર મારીને ખંડણી માંગી હતી. તેમજ બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.10 લાખ માગ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, લોધિકાના નગર પીપળીયા ગામે રહેતા ગોરધનભાઇ તારપરાના ભત્રીજાની સગાઇ કરવાની હોઈ એક મહિલાએ તેમને લગ્ન માટે યુવતી બતાવવાનો ફોન કર્યો હતો. રાજકોટની ફાલ્ગુની મહિલા તેમને યુવતી બતાવવાના બહાને એક વાડીએ લઇ ગઈ હતી. જયાં વાતચીતનો દોર ચાલુ હતો ત્યારે જ રણજીત ભરવાડ તથા જયપાલસિંહ જાડેજા નામના બે શખ્સો નકલી પોલીસ બની આવ્યા હતા. બંનેએ કાકા-ભત્રીજાને તમે શું ખરાબ ધંધા કરો છો તેમ કહીને બંનેના મોબાઈલ લઈ લીધા હતા અને બાદમાં ફાલ્ગુની નામની મહિલાને વચ્ચે ઉભા રાખીને ફોટા પાડ્યા હતા. બંને નકલી પોલીસે મામલો રફેદફે કરવા કાકા-ભત્રીજા પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

પરંતુ બાદમાં ગોરધનભાઈ ગામના સરપંચને આ વાત કરતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસ શરૂ કરીને નકલી પોલીસ બનીને આવનાર રણજીત ભરવાડ, જયપાલસિંહ જાડેજા, વિજયસિંહ મકવાણા (રહે. પોપટપરા-રાજકોટ) મનસુખ લીંબાસીયા (રહે. મૂળ ઇશ્વરીયા), રમેશ રામાણી(રહે. નગર પીપળીયા) તથા ફાલ્ગુની જોબનપુત્રા (રહે. જંકશન પ્લોટ-રાજકોટ)ની ધરપકડ કરી હતી. આ બધાની પૂછપરછમા આખી ગેંગનો રૂપિયા પડાવવાનો કારસો સામે આવ્યો હતો.

આ છ લોકો ગામડાના ભોળા લોકોને હનીટ્રેપમાં ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવવાનું કામ કરતા હતા.