પહેલા સાપે મહિલાને ડંખ માર્યો, પછી મહિલાએ સાપને બટકું ભર્યું, પછી શું થયું તે તમે પણ વિચારી નહિ શકો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પહેલા સાપે મહિલાને ડંખ માર્યો, પછી મહિલાએ સાપને બટકું ભર્યું, પછી શું થયું તે તમે પણ વિચારી નહિ શકો

પહેલા સાપે મહિલાને ડંખ માર્યો, પછી મહિલાએ સાપને બટકું ભર્યું, પછી શું થયું તે તમે પણ વિચારી નહિ શકો

 | 1:27 pm IST

બિહારના ગોપાલગંજમાં એક સાપે મહિલાને ડંખ માર્યો હતો અને બાદમાં મહિલાએ સાપને અનેકવાર બટકું ભર્યું હતુ. આ બાદ બંનેની મોત થઈ ગઈ હતી. મહિલાને ઈલાજ માટે પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. ઝેરીલા સાપના ડંખ માર્યા બાદ ગામવાસીઓએ મહિલાને સલાહ આપી હતી કે, તે પોતાના દાંતથી સાપને બટકુ ભરે. આ સલાહથી મહિલાએ સાપ પર વાર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, 50 વર્ષની રજંતી દેવી શ્યાપુર નામના ગામની રહેવાસી છે. તેનો પતિ નરેશ ચૌબે એક ખેડૂત છે. ચૌબેએ કહ્યું કે, ગામના અનેક મોટા વડીલોએ રજંતીને સાપને બટકુ ભરવાની સલાહ આપી હતી.

ગામના લોકો જ સાપને પકડીને લાવ્યા હતા. રજંતીના બટકુ ભર્યા બાદ તરત જ સાપની મોત થઈ ગઈ હતી. પતિએ જણાવ્યું કે, રજંતીની તબિયત બગડાવા પર તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્પિટલમાં હાજર ડોક્ટર આર.કે.સિંહે કહ્યું કે, જે સમયે તેને લાવવામાં આવી હતી, ત્યારે ઝેર ફેલાઈ ચૂક્યુ હતુ અને અમે કંઈ શકીએ એવી સ્થિતિમાં તે ન હતી.