યુ ટ્યુબ પર પૈસા કમાવવા આ મહિલાએ પાર કરી તમામ હદો, કર્યું આ ગંદુ કામ - Sandesh
  • Home
  • World
  • યુ ટ્યુબ પર પૈસા કમાવવા આ મહિલાએ પાર કરી તમામ હદો, કર્યું આ ગંદુ કામ

યુ ટ્યુબ પર પૈસા કમાવવા આ મહિલાએ પાર કરી તમામ હદો, કર્યું આ ગંદુ કામ

 | 5:15 pm IST

કંબોડીયામાં એક મહિલાએ પૈસા કમાવવા માટે તમામ હદોને  પાર કરી નાખી હતી. પોતાની યુ ટ્યુબ ચેનલ પર કમાણી કરવા માટે એહ લિન ટચ નામની આ મહિલાએ વિલુપ્ત થઇ રહેલા પ્રાણીઓને મારીને ખાતી હતી અને તેનો વીડિયો યુ ટ્યુબ પર પોસ્ટ કરતી હતી. જેનાથી ટચને ઘણી કમાણી થતી હતી. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે ટચે એક ખાસ પ્રજાતીની બિલાડીને મારી અને ખાધી. અહેવાલોને સાચા માનીએ તો ટચે સાપ, દેડકા, જંગલી પક્ષીઓ અને ઘણા દરિયાઇ જીવોને પકાવીને ખાધા છે અને તેના વીડિયો બનાવીને તેમની યુ ટ્યુબ ચેનલ પર અપલોડ કર્યા છે.

ટચ નામની આ મહિલાએ ખાધેલા આ પ્રાણીઓમાં સંરક્ષિત બિલાડીની પ્રજાતી ફિશિંગ કેટ (Prionailurus viverrinus), કિંગ કોબ્રા અને હેરોન પક્ષીનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ વીડિયો બધી જગ્યાએ વાયરલ થયો તો કંબોડિયાના પર્યાવરણ વિભાગે આ મહિલા અને તેના પતિ સામે ફરીયાદ દાખલ કરી અને બંનેની તપાસ શરૂ કરી. બાદમાં ટચ અને તેના પતિને એ જંગલમાંથી પકડી પાડવામાં આવ્યા જ્યાં તેઓ વીડિયો બનાવતા હતા.

પોતાના બચાવમાં ટચ અને તેના પતિએ કહ્યું કે તેઓએ આ પ્રાણીઓનો શિકાર નથી કર્યો. તેઓએ આ પ્રાણીઓને બજારમાંથી ખરીદ્યા હતા. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. અને સંપુર્ણ તપાસ બાદ જો ટચ આ મામલે દોષિત સાબિત થશે તો તેને સજા ફટકારવામાં આવશે.