મહિલાએ પતિ માટે રોકી હાઈસ્પીડ ટ્રેન, ભરવો પડ્યો મસમોટો દંડ - Sandesh
  • Home
  • World
  • મહિલાએ પતિ માટે રોકી હાઈસ્પીડ ટ્રેન, ભરવો પડ્યો મસમોટો દંડ

મહિલાએ પતિ માટે રોકી હાઈસ્પીડ ટ્રેન, ભરવો પડ્યો મસમોટો દંડ

 | 2:54 pm IST

ચીનમાં એક મહિલા પર હાઈસ્પીડ ટ્રેનને રોકવા માટે 2000 યુઆનનો ફાઈન લગાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાએ ટ્રેનને એટલા માટે રોકી કે, તેનો પતિ પણ ટ્રેનમાં સવાર થઈ શકે. ટ્રેનમાં કંડક્ટરની સાથે મહિલાના વિવાદનો એક વીડિયો ચીની સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલાની ઓળખ લૂ હેલી તરીકે થઈ છે. જે અન્હુઈ પ્રાતના હેફેઈ રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી રાખવા માટે ટ્રેનના દરવાજા પર ઉભી રહી ગઈ હતી.

High-speed train stopper

Woman waiting on husband refuses to let high-speed train depart from station👉 http://shst.me/f-t

Posted by Shanghaiist on Tuesday, January 9, 2018

વીડિયોમા જોઈ શકાય છે કે, જ્યારે એક કંડક્ટર મહિલાને દરવાજા પરથી હટાવવા માગે છે, જેથી તે ટ્રેનને રવાના કરી શકે. પરંત મહિલા તેનો વિરોધ કરે છે. મહિલાના આ વર્તનથી ટ્રેન થોડીક મિનીટ માટે મોડી પડી હતી. બાદમાં સુરક્ષા અધિકારીઓઓ મહિલાની ધરપકડ કરી છે.

ચીની સોશિયલ મીડિયામાં લોકો મહિલાના આ વ્યવહારથી નારાજ દેખાયા હતા. અનેક લોકોઓ આ વિશે કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી, જેમા લખ્યું હતું કે, 2000 યુઆન (અંદાજે 19,500 રૂપિયા) નો દંડ તો બહુ જ ઓછો છે. તો એક વ્યક્તિએ માણસને પૂછ્યું કે, શું હાઈસ્પીડ ટ્રેન તમારી પર્સનલ કાર છે. તો તમે તેને રોકી રાકી. ઉલ્લેખનીય છે કે, એક સ્થાનિક સ્કૂલમાં શિક્ષક છે, જેને હવે વિભાગમાથી કાઢી મૂકાઈ છે.