જૂના હ્દયને દફનાવવા જતાં મહિલાના હાથ કાંપ્યા અને આંખો રડી - Sandesh
NIFTY 10,786.95 +19.30  |  SENSEX 35,483.47 +39.80  |  USD 67.4175 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • જૂના હ્દયને દફનાવવા જતાં મહિલાના હાથ કાંપ્યા અને આંખો રડી

જૂના હ્દયને દફનાવવા જતાં મહિલાના હાથ કાંપ્યા અને આંખો રડી

 | 4:18 pm IST

હ્દય રોગના હુમલાનો ભોગ બનેલી એક કલાકાર મહિલા અંતિમ શ્વાસ લેતી હતી તેવા સમયે જ તેને કોઈએ હ્દય આપ્યું અને નવજીવન મળી ગયું હતું.

શેરોન ફિદેલ નામની મહિલાનું ત્રણ મહિના અગાઉ જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. તેમના હ્દયના સ્થાને 16 વર્ષના બાળકનું હ્દય બેસાડવામાં આવ્યું હતું. આ બાળક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યું હતું. શેરોન સાજી થઈ જતાં જૂના હ્દયને સંપૂણ રીત-રિવાજ પ્રમાણે દફનાવવામાં આવ્યું હતું.

ઈઝરાયેલમાં રહેતી 46 વર્ષની શેરોને એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તે પોતાના જ હ્દય માટે કબર ખોદતી દેખાય છે. શેરોન નાનકડી ડોલમાંથી હ્દય કાઢી દફનાવતી હોવાનું પણ જોઈ શકાય છે. પોતાના જ હ્દયને જમીનમાં દફનાવતાં શેરોનના હાથ કાંપી રહ્યા હતાં. શેરોને વીડિયો સાથે એક મેસેજ પણ પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે આભાર, મારી જીવન બચાવનાર તે વ્હાલા શખ્સનો

વીડિયોના અંતે શેરોનને તેના હ્દયની કબર પાસે ઘૂંટણીયે પડી રડતી જોઈ શકાય છે. ઈઝરાયેલના સમાચાર પત્ર સાથે વાત કરતાં શેરોને જણાવ્યું હતું કે વીડિયો દેખાતી દરેક બાબત સાચી