રાજકોટઃ મહિલા કાર ચાલકે ફ્રૂટની લારીને લીધી અડફેટે, બે ઘાયલ - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટઃ મહિલા કાર ચાલકે ફ્રૂટની લારીને લીધી અડફેટે, બે ઘાયલ

રાજકોટઃ મહિલા કાર ચાલકે ફ્રૂટની લારીને લીધી અડફેટે, બે ઘાયલ

 | 6:41 pm IST

રાજકોટમાં મહિલા ડ્રાઈવરે કાર પરનો કાબુ ગુમાવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે રેસકોર્ષ રિંગ રોડ પર ચાલતી કારનો મહિલાએ કાબુ ગુમાવતા બે લોકો તેની અડફેટે આવી ગયા હતા.

ફ્રુટની લારી સાથે વેપાર કરતા 2 શખ્સોને અચાનક આવેલી કારે જોરથી ટક્કર મારતા બંન્ને શખ્સો ઘવાયા હતા. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને કારણે લોકોના ટોળા એકઠા થતા ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.