woman complaint against boeing and demand 276 million dollar
  • Home
  • World
  • બોંઈગ કંપનીને આ મહિલાનો પતિ પડ્યો મોંઘો, એટલા રૂપિયા માંગ્યા કે નવું વિમાન બની જાય!

બોંઈગ કંપનીને આ મહિલાનો પતિ પડ્યો મોંઘો, એટલા રૂપિયા માંગ્યા કે નવું વિમાન બની જાય!

 | 11:17 am IST

ફ્રાન્સમાં રહેનારી એક મહિલાના પતિનું માર્ચ મહિનામાં ઈથોપિયા વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. હવે મહિલાએ વિમાન બનાવનાર કંપની વિરુદ્ધ ફરિયાદ કરીને ખામી પુરી કરવા માટે 27.6 કરોડ ડોલરની માંગ કરી છે. આ વાતની જાણકારી મહિલાએ મંગળવારે એક વકીલને આપી. ઈથોપિયામાં બોઈંગનું 737 મેક્સ 8 વિમાન અદીસ અબાબામાં ક્રેશ થયું હતું. જેના કારણે તેમાં મુસાફરી કરતા બધા 157 લોકોનાં મોત થયા હતા. મહિલાએ ફરિયાદમાં લખ્યું છે કે બોંઈગ તેના સોફ્ટવેરમાં ખામી છે એવું પાયલોટોને જણાવવામાં નિષ્ફળ નિવડ્યું. જેના કારણે વિમાનની નોઝ વારંવાર ઘટતી ગઈ. જો કે એના પાછળનું કારણ ખોટા સેંસર ડેટા જણાવાનનું પણ હતું.

હુસૈન નામનો વકીલ મહિલાની ફરિયાદ વાંચતા જણાવે છે કે, એક વખત ફરી કોર્પોરેટની લાલચે જનતાના દુખદ પરિણામોના કારણે ફાયદો મેળવ્યો છે. અમને જાણવા મળ્યું છે કે બોઈંગ એક સિંગલ સેંસર પર જ ચાલતું હતું. અમેરિકાનાં સંધ વિમાનન કાર્યાલયને પણ 200થી વધારે દુર્ઘટનાઓનો રિપોર્ટ સોંપવામા આવ્યો હતો.

હુસૈને પેરિસની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું મારી ક્લાઈન્ટની ખામી પુરી કરવા માટે ઓછામાં ઓછા 27.6 કરોડ ડોલર લઈશ. તો આ બાજુ વિમાનની કંપનીએ કહ્યું કે અમે વિમાનને એમસીએએસ સોફ્ટવેરથી અપડેટ કરી નાખ્યું છે. તેમજ પાયલોટને ટ્રેનિંગ આપવા માટે પણ યોજના બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ જ કંપનીના વિમાનને લઈને 5 મહિનામાં બે મોટી દુર્ઘટના ઘટી છે. ઈથોપિયામાં બનેલી આ મોટી ઘટનાં બાદ દુનિયામાં બધી જગ્યાએ બોઈંગની સુવિધા બંધ કરી દેવામાં આવી. ઈથોપિયા પહેલા ઈન્ડોનેશિયામાં 189 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ બે મોટી દુર્ઘટના બાદ પરિવારનાં લોકોએ ફરિયાદ કરી છે. જો કે હજુ એ નક્કી નથી થયું કે આ વિમાન ફરીથી ઉડાડવા માટે મંજુરી મળશે કે કેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન