Woman Cricketer Emily Smith of Australia banned for season
  • Home
  • Sports
  • Cricket
  • લ્યો બોલો…વધુ એક ક્રિકેટ ખેલાડી પર લાગ્યો આકરો પ્રતિબંધ, કરી હતી આ મસમોટી ભૂલ

લ્યો બોલો…વધુ એક ક્રિકેટ ખેલાડી પર લાગ્યો આકરો પ્રતિબંધ, કરી હતી આ મસમોટી ભૂલ

 | 1:51 pm IST

થોડા દિવસ પહેલા બોલ ટેમ્પરિંગ મામલે વેસ્ટ ઇન્ડીઝનો બેટ્સમેન નિકોલસ પૂરન દોષી જાહેર થયો હતો જેના કારણે તેના પર 4 ટી20 મેચ રમવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે હવે વધુ એક ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ હોબાર્ટ હરિકેન્સની વિકેટકીપર એમિલી સ્મિથને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ભ્રષ્ટાચાર વિરોધી નીતિના ઉલ્લંઘન બદલ મહિલા બિગ બેશ લીગમાંથી બેન કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે એમિલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે બે નવેમ્બરે બર્નીના વેસ્ટ પાર્કમાં ખેલાડીઓ અને મેચ અધિકારી માટે મર્યાદિત ક્ષેત્રમાં બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સિડની થંડર વિરુદ્ધ હરિકેસની પ્લઇંગ ઇલેવનની પણ માહિતી હતી.

એવા અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે પ્લેઇંગ ઇલેવનનો ઉપયોગ મેચોમાં સટ્ટો અને રોકડ પુરસ્કાર આપનારી ‘ફેન્ટસી’ લીગ માટે થઈ શકતો હતો. રિપોર્ટ પ્રમાણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે આ વીડિયો, મેચ શરૂ થવાના એક કલાક પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે તે મેચ વરસાદના કારણે રદ થઇ હતી. મેચમાં ટોસ પણ થયો નહોતો. ઉલ્લેખનીય છે કે બિગ બેશ લીગમાં પ્લેઇંગ ઇલેવનનો ખુલાસો ટોસ દરમિયાન કરવામાં આવે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ પ્રકારના નિયમોને લઈ ઘણું સખ્ત છે.

આ વીડિયો પણ જુઓ: હિમસ્ખલનમાં 4 જવાન શહીદ, 2 પોર્ટરના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન