સિદ્ધપુરઃ બાથરૂમમાંથી મહિલાની મળી હતી લાશ, આત્મહત્યા દુષ્પ્રેરણાની થઈ ફરિયાદ - Sandesh
  • Home
  • Gujarat
  • સિદ્ધપુરઃ બાથરૂમમાંથી મહિલાની મળી હતી લાશ, આત્મહત્યા દુષ્પ્રેરણાની થઈ ફરિયાદ

સિદ્ધપુરઃ બાથરૂમમાંથી મહિલાની મળી હતી લાશ, આત્મહત્યા દુષ્પ્રેરણાની થઈ ફરિયાદ

 | 7:54 pm IST

આજથી ત્રણ માસ પૂર્વે સિદ્ધપુરમાં હાઈવે વિસ્તારમાં આવેલ અંબિકાનગરમાં રહેતા એક સિંધી પરિવારની પુત્રવધુની લાશ વહેલી સવારે ઘરના જ બેડરૃમના એટેચ બાથરૃમમાંથી મળી આવી હતી. તે જ દિવસે મૃતકના પતિએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે પરિવારે પરિણીતાને ખાનગી તબીબોને ત્યાં લઈ જતાં તબીબોએ તેને મૃતક ઘોષિત કરતાં આખરે પોલીસે અકસ્માતે મોંતનો ગુનો નોંધી પરિણિતાની આત્મહત્યા છે, હત્યા છે કે કુદરતી મોંત તે અંગે તપાસ હાથ ધરતાં તપાસના અંતે મૃતક યુવતીના માતા પિતાના નિવેદનને આધારે પોલીસે યુવતીના પતિ, દિયર તથા સાસુ-સસરા વિરૃદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સિદ્ધપુર હાઈવે સ્થિત અંબિકાનગરમાં ૩૬ નંબરના મકાનમાં રહેતા દિપક ગુરૃનાણીના લગ્ન સવા બે વર્ષ પહેલાં મૂળ રાજસ્થાનની જ્યોતિ ઉર્ફે હની સાથે થયા હતા. આજથી ત્રણ માસ પહેલાં જ્યોતિ તેઓના ઘરમાં જ સૂતી હતી તે સમયે મોડી રાત્રે બેડરૃમના એટેચ બાથરૃમમાં ગયા બાદ બહાર ન આવતાં તેના પતિએ બાથરૃમમાં જઈ તપાસ કરતાં જ્યોતિ બેશુધ હાલતમાં પડી હતી જેથી પરિવાર દ્ધારા તુરંત તેણીને સારવાર માટે ખાનગી તબીબોને ત્યાં લઈ જવામાં આવી હતી પરંતું તબીબોએ જ્યોતિને મૃત જાહેર કરી હતી.

જ્યોતિના પતિ દિપકે આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળની તપાસ હાથ ધરી પંચનામું કરી અકસ્માતે મોંતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી. બાદમાં પોલીસે જ્યોતિના પિયર પક્ષના લોકોના નિવેદન મેળવતાં તેઓએ જ્યોતિનું મોંત તેણીના સાસરીયાંના ત્રાસથી થયું હોવાનું નિવેદન આપતાં પોલીસે જ્યોતિના પતિ દિપક હીરાલાલ ગુરૃનાણી, દિયર હેપી હીરાલાલ ગુરૃનાણી, સસરા હીરાલાલ ચંદનમલ ગુરૃનાણી તથા સાસુ પુષ્પાદેવી હીરાલાલ ગુરૃનાણી દિયર અને વિરૃદ્ધ આત્મહત્યા માટે પ્રેરીત કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યોતિના શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા મળ્યા
ત્રણ માસ પૂર્વે જ્યોતિનું મોંત થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી બાદમાં સિવિલ હોસ્પિટલમાં પેનલ તબીબો દ્ધારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જો કે પોસ્ટ મોર્ટમના રીપોર્ટમાં જ્યોતિના શરીર પર કોઈપણ શારીરીક ઈજાના નિશાન મળી આવ્યા નહોતા. જેથી જ્યોતિના મોંતનું સાચુ કારણ શોધવું પોલીસ માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યુ છે.