આ છે સ્નિફર વુમેન, સૂંધીને પકડી પાડે છે કેન્સર

141

માણસ કરતાં શ્વાનની સૂંઘવાની ક્ષમતા અનેકગણી વધુ હોય છે. શ્વાન માનવ શરીરમાં સર્જાતા કેન્સરના કોષોને સૂંધીને અગાઉથી પકડી પાડે તે માટે ભારે મથામણ કરી રહ્યા છે, પરંતુ તેમાં હજુ સુધી સફળતા સાંપડી નથી. જોકે એક મહિલામાં આ અંગેના ગુણ ચોક્કસ જોવા મળે છે.

મેલોન નામની પરફયુમનો બિઝનેસ કરતી મહિલાની સૂંઘવાની શક્તિ બાબતે વરદાન છે તેમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નહીં ગણાય. પરફયુમનું કામ કરવા માટે આમેય ખૂબ તીક્ષ્ણ ધ્રાણેન્દ્રિય હોય એ જરૂરી છે અને મેલોનનું નાક નિઃશંકપણે ખુબ જ શક્તિશાળી છે.

તેને ૨૦૦૩ની સાલમાં બ્રેસ્ટ-કેન્સર થયું હતું. મેલોનને સાથે તેને અજીબોગરીબ શકિત મળી છે. ઇંગ્લેન્ડના મિલ્ટન કેન્સ શહેરના મેડિકલ ડિટેકશન ડોગ સેન્ટરમાં તેણે પોતાની ધ્રાણેન્દ્રિયોની ક્ષમતાની તપાસ કરાવી ત્યારે તેને ખબર પડી કે તેની સૂંઘવાની ક્ષમતા શ્વાન જેવી જ છે.

તેની પાસે આવીને બેસનારા કોઇપણ વ્યકિતને સૂંઘીને તે કહી શકે છે કે તેના શરીરમાં કેન્સરના કોષો આકાર લઇ રહ્યા છે કે નહીં ખાસ કરીને બ્રેસ્ટ-કેન્સરની બાબતમાં તે મહદંશે સચોટ નિદાન કરી આપે છે. વૈજ્ઞાનિકોએ પણ આ બહેનની તપાસ કરીને શોધ્યું છે કે તેને સિનેસ્થેસિયા નામની ન્યુરોલોજિકલ કન્ડિશન છે જેને કારણે તેની સેન્સીઝ અતિશય સંવેદનશીલ થઇ ગઇ છે.