મહિલા સશક્તિકરણથી સ્ત્રીનું સ્ત્રીત્વ ઓછું થયું છે ? - Sandesh
NIFTY 10,993.45 -25.45  |  SENSEX 36,510.13 +-31.50  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • મહિલા સશક્તિકરણથી સ્ત્રીનું સ્ત્રીત્વ ઓછું થયું છે ?

મહિલા સશક્તિકરણથી સ્ત્રીનું સ્ત્રીત્વ ઓછું થયું છે ?

 | 12:58 am IST

છેલ્લાં ત્રણ દાયકામાં સૌથી આૃર્યજનક પરિવર્તન સ્ત્રીઓની સ્થિતિમાં આવ્યું છે. આજે ચોતરફ્ બેટી પઢાઓ, બેટી બચાવો, દીકરી ઘરની દીવડી કે દીકરી દિલનો દીવો જેવા સ્લોગન દ્વારા સ્ત્રીને વધારે સશક્ત, આત્મનિર્ભર અને સ્વતંત્ર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વાત આવકાર્ય પણ છે. પરંતુ સમાનતા મેળવવા ઝંખતી સ્ત્રી આજ સુધી પુરુષોના જે ગુણો સામે વિદ્રોહ કરતી હતી તે ગુણો ખુદ અપનાવી રહી છે. કરુણા, કાળજી, સદ્દભાવના, માફ્ કરવું, અન્યને મદદ કરવી, કે થોડું જતું કરીને પરિવારને ટકાવી રાખવો જેવા એનાં ગુણો ધીરેધીરે અદ્રશ્ય થઈ રહ્યા છે. ત્યારે મનમાં પ્રશ્ન ઉદ્દભવે કે સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાએ એનાં સ્ત્રીત્વને કચડી તો નથી નાખ્યું ને ? બે દિવસ બાદ મહિલા દિન છે, તો તે નિમિત્તે આ પ્રશ્નોનું વિશ્લેષણ કરીએ.

 

સામાન્ય અર્થમાં સ્ત્રીને એનાં જીવનનો નિર્ણય લેવાનો ના પાડવાનો અને પસંદગીનું કામ કરવાનો અને પોતાની ઈચ્છા મુજબ જીવવાનો અધિકાર, ઉપરાંત આર્શિત આત્મનિર્ભરતા અને સમાનતા..શોષણ અને અત્યાચારને સ્થાને સન્માન અને સ્વીકારની ભેટ..ટૂંકમાં સ્ત્રીને એના વ્યક્તિત્વ વિકાસ અને સ્ત્રીત્વને ગરિમા બક્ષે એવું વાતાવરણ એટલે એમ્પાવરમેન્ટ…પરંતુ ઘણી વાર એવું બને કે સ્ત્રી એમ્પાવરમેન્ટના ક્રેઝમાં એના મૂળભૂત ગુણો ભૂલી જાય છે. ઘણી સ્ત્રીઓ એવું માને છે કે આર્િથક રીતે સ્વતંત્ર બન્યા, કે કરિયર પર ટોપ પર પહોંચ્યા એટલે એને ગમે તે રીતે વર્તવાનો અધિકાર મળી જાય છે. સ્ત્રી-પુરુષ જેવા સઘળાં કામ કરી શકે તો એ ખુદને વધારે સ્ટ્રોંગ માને છે. આજ સુધી પુરુષ માટે કમાવું મુખ્ય હતું. ઘર- પરિવાર સંબંધો સેકન્ડરી હતા. સ્ત્રી પણ કદાચ આ જ પગલે ચાલી રહી છે. પૈસા અને પદ માટે એ પુરુષ જેવા જ કાવાદાવા કરવા માંડી છે. ભ્રષ્ટાચારમાં પણ એ હવે આગળ વધી રહી છે. લગ્નેત્તર સંબંધોનો એને છોછ નથી. સ્ટ્રોંગ બનવા માટે એ મસલ્સ બનાવે છે અને એની નજાકત ગુમાવી દે છે. બોયકટ હેર દ્વારા એ પુરુષ જેવી બનવા માંગે છે જેથી એનું સહજ- સૌંદર્ય ઝાંખુ પડે છે. કમાતી સ્ત્રીને ફ્ેમિલી સાથે રહેવું પસંદ નથી. કરિયર માટે ‘નો કીડ્સ’ નો એ મંત્ર અપનાવી રહી છે. હા, બાળકને જન્મ આપવો કે ન આપવો એ સ્ત્રીની પસંદગી હોય શકે, પણ સ્ત્રીત્વ સાથે માતૃત્વ જોડાયેલું જ છે. સ્ત્રીએ જ કારણસર પુરુષથી જુદી પડે છે અને વિશિષ્ટ પણ બને છે. જો સ્ત્રીમાં માતૃત્વ, કરુણા, સંવેદના અને પરિવારની ભાવના ઓછી થતી હોય તો મને કમને સ્વીકારવું પડે. કે હા, સ્ત્રીઓમાંથી સ્ત્રીત્વ ઓછું થઈ રહ્યું છે. અને એ એનાં વીમેન્સ એમ્પાવરમેન્ટની ખોટી વ્યાખ્યા અને પુરુષ જેવી બનવાની દોડને કારણે થઈ રહ્યું છે એમ કહીએ તો ખોટું નથી.

જોકે ઘણી મહિલાઓ આ વાત સાથે સંમત નથી થતી. તેઓ માને છે સમયની સાથે સ્ત્રી બદલાય તો એમાં ખોટું શું છે ? સ્ત્રીને માથે પહેલાં કમાવાની જવાબદારી નહોતી તેથી તે ઘર, બાળક અને પરિવારની સેવામાં પોતાનું સુખ શોધી લેતી સમાજે આજે એનાં માથે કમાવાની જવાબદારી નાંખી છે. તેથી સ્વાભાવિક એની અસર સ્ત્રીનાં બીજા રૂપ અને બીજા ગુણો પર પડવાની જ. એનો અર્થ એ નથી કે સ્ત્રીનું સ્ત્રીત્વ ઓછું થઈ ગયું છે. સાઉથ ગુજરાત યુનિ.ના એક લેડી પ્રોફ્ેસર પોતાનું નામ ન આપવાની શરતે કહે છે કે સ્ત્રી માતૃત્વ અને જાતીયતા એ બે કારણે પુરુષોથી અલગ પડે છે. પણ પુરુષોએ આ બે બાબતોને હથિયાર બનાવીને જ સ્ત્રીનું શોષણ કર્યું છે. એના પગમાં બેડી પહેરાવી છે. જેની સામે આજની આત્મનિર્ભર અને સ્વમાની સ્ત્રી લડી રહી છે. લડાઈ સાચી હોય તો પણ એની થોડી આડઅસર તો થવાની જ. સ્ત્રીનું પુરુષ જેવું બનવું, સ્વકેન્દ્રિત બનવું કે માતૃત્વથી મુખ ફ્ેરવવું એ આ લડાઈની આડઅસર છે. જો સમાજે અને પુરુષે વેદ- ઉપનિષદની સ્ત્રીઓ જેવું સન્માન આપ્યું હોત, એનું શોષણ ન કર્યું હોત તો સ્ત્રીએ પોતાનું સ્ત્રીત્વ દાવ પર ન લગાવ્યું હોત. આજની સ્ત્રીની સ્થિતિ ખાટલેથી પાટલેની નથી. એનાં પોતાનાં પણ ઘણા પ્રશ્નો છે. તેથી એને સ્ત્રીત્વ કે માતૃત્વના પલ્લામાં તોલવાની જરૂર નથી. ગુસ્સો કરનાર, કે બોયકટ રાખનાર સ્ત્રીમાં સ્ત્રીત્વ ઓછું થયું છે એમ કહેવું વધારે પડતું છે. કારણ કે આજે ા પરિવારની ધરી સ્ત્રી જ છે. અને જરૂર પડયે એ સ્ત્રી- પુરુષ બંનેની ભૂમિકા ભજવે છે. તેથી એનામાં સ્ત્રીત્વ ઓછું થયું છે એમ કહેવાને બદલે પુરુષના કેટલાંક સારા- નરસા ગુણો ઉમેરાયા છે એમ કહેવું વધારે વાજબી છે.

કોર્પોરેટ જોબ કરતી સુપ્રિયા મલ્હોત્રા કહે છે કે હા, આજની સ્ત્રીએ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની ભેદરેખા ઓળંગી છે. એ પણ પુરુષની જેમ ડ્રિંક્સ, સ્મોકિંગ, મોડે સુધી બહાર રખડવું,  પણ આ ટકાવારી કેટલી ? માત્ર ચાર કે પાંચ ટકા..બાકી આજેય મધ્યમવર્ગીય સ્ત્રી મૂલ્યો માટે ઝઝૂમે છે. બાળક અને પરિવાર એની પ્રાયોરિટીમાં પ્રથમ ક્રમે છે. પોતાના અસ્તિત્વની અને સ્ત્રીત્વની ઓળખ સાચવવા માટે એ બંને વચ્ચે બેલેન્સ જાળવવા માટે તનતોડ મહેનત કરે છે. કેબ્રેડાન્સ કરતી કે કોલગર્લ બનતી બધી સ્ત્રીઓ શોખથી નથી જોડાતી. સ્ત્રીનું સ્ત્રીત્વ કઈ રીતે ઓછું થાય? અગર સ્ત્રી બદલો લેવા માટે, મોજ- શોખ માટે, પુરુષથી પોતાને ઊંચી સાબિત કરવા માટે કે કોઈ વિકૃતિ માટે ખોટા કામ કરે તો એની ગરિમા ઝંખવાય છે એમ કહી શકાય. બાકી કામને કારણે ઘરે મોડી આવતી, સ્ટ્રેસ હળવો કરવા ક્યારેક ડ્રિંક્સ લેતી, પતિના ત્રાસને કારણે કે કોઈ સંજોગોને કારણે એકસ્ટ્રા મેરીટલ અફ્ેર કરતી, પોતાની કરિયર માટે બાળક ન ઈચ્છતી કે ઈચ્છા ન હોય ત્યારે પતિને સેક્સ માટે ના પાડતી કે જોયન્ટ ફ્ેમિલીમાં રહેવા ન ઈચ્છતી સ્ત્રીઓનાં સ્ત્રીત્વની પરિભાષા બદલાઈ છે. આ સ્ત્રીઓમાં હૃદય નથી કે સંવેદના નથી એવું નથી. તેઓ બધી તુંડમિજાજી કે ક્રૂર પણ નથી. બસ જરા જુદી છે એટલું સમજી લઈએ તો એના સ્ત્રીત્વ પર પ્રશ્નાર્થ નહીં આવે.

એક ધર્મગુરુનું માનવું છે કે સ્ત્રીઓનું સ્ત્રીત્વ ઓછું થઈ ગયું છે. તેઓએ એક સ્થળે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિનો બેઝ સ્ત્રી છે અને સ્ત્રીનો બેઝ છે લજ્જા. જ્યારે સમાજનું પતન થવાનું હોય ત્યારે સ્ત્રી શરમ છોડે છે અને આજે સ્ત્રીઓમાં આ શરૂઆત થઈ ચૂકી છે. આ વાતને સમર્થન આપતાં આઈ.ટી. પ્રોફ્ેશનલ રીચા વર્મા કહે છે કે ફ્ેમિનિઝમ સ્ત્રીઓને ખોટા રસ્તે લઈ ગયું છે. હું સ્ત્રીના કામની અને એનાં વ્યક્તિત્વ વિકાસની હિમાયતી છું. છતાં માનું છું કે લજ્જા, માતૃત્વ, સમતોલન અને સમર્થ એ સ્ત્રીનાં આભૂષણો છે. જાહેરાતમાં, આઈટમ સોંગમાં કે ઈન્ટિમસી સીનમાં જે રીતે સ્ત્રી બોડીને ખુલ્લું કરે છે એ જોતાં જ ચીતરી ચડે. મારી દ્રષ્ટિએ લજ્જા એટલે સ્ત્રીનાં શરીરની ડિસન્સી એનું ડેકોરમ..એ ભૂલીને સ્ત્રી પોતાનાં શરીરને વસ્તુ બનાવે છે. ગંદા- ચેનચાળા કરી પુરુષ માનસને ઉશ્કેરે છે. એમાં સ્ત્રીત્વ ક્યાં આવ્યું. સ્વતંત્રતા- સમાનતા- પસંદગીનો અધિકાર અને આત્મનિર્ભરતાનો અર્થ વલ્ગારિટી નથી જ.

સ્કૂલ ટીચર દ્રષ્ટિ શાહ કહે છે કે સ્ત્રી કપડાં, પુરુષો જેવા પહેરે, વાળ કપાવે ઈટ્સ ઓ.કે. કર્મ્ફ્ટ માટે એ જરૂરી છે. પણ સ્ત્રી બાળકોને નોકરોનાં ભરોસે મૂકી પોતાની કરિયરમાં જ વ્યસ્ત રહે, વડીલોને ડસ્ટબીન ગણી ઘરની બહાર કાઢી મૂકે અને વ્યસન તરફ્ વળે એ ઠીક નથી. જુઓ, સ્ત્રી અને પુરુષને અલગ બનાવનાર કુદરત પાગલ નથી. સ્ત્રી ભલે ચાંદ પર જાય કે સૈન્યમાં જોડાય. એને એના મૂળભૂત રોલને ભૂલવો ન જોઈએ. કાળજી, લાગણી, સંવેદના, સહકાર અને સેવા સ્ત્રીના મૂળભૂત ગુણો છે. પણ પુરુષ સાથેની કોમ્પિટીશનમાં એનાં આ ગુણો તે ગુમાવી રહી છે. સ્ત્રીની ઓવર મહત્ત્વાકાંક્ષાને કારણે બાળકો એકલા પડે છે. અને આ એકલતા એમને ડ્રગ એડીક્ટ બનાવે છે. પુુરુષો ભલે આજે પેરન્ટિંગની સક્રિય ભૂમિકામાં જોડાઈ રહ્યાં છે પણ સ્ત્રીનું સ્થાન તેઓ ન લઈ શકે. વ્યક્તિત્વ અને અસ્તિત્વની લડાઈમાં સ્ત્રીત્વ ન જોખમાય એ તકેદારી જરૂરી છે. સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સ્વતંત્રતા બંને આવશ્યક છે. આ બંને માર્ગ દ્વારા સ્ત્રીએ વિકાસના આકાશમાં ઊડવાનું છે. ભલે એ ગમે તેટલી ઊડે પણ એના સ્ત્રીત્વના મૂળ છે એને ઉખેડીને ન ફ્ેંકી દે એ આવશ્યક છે. મુક્તિ અને નિર્ભરતાને નામે પુરુષની નકલ નહીં કરે. નકલએ ગુલામી છે વાસ્તવિકતા નથી. અને આ ગુલામી સ્ત્રી પોતે એનાં પર લાદી રહી છે. તેથી એને એનાં દુષ્પરિણામો દેખાતા નથી.

અગર સ્ત્રી ઘર- પરિવાર- બાળકો માતૃત્વમાં રસ લેવાનો જ બંધ કરી દેશે તો સ્ત્રી બહારની દુનિયામાં ટકવા જેટલી મજબૂત તો બની જશે પણ પૃથ્વી પરથી નજાકતતા, કોમળતા અને સંવેદનશીલતા ખતમ થઈ જશે. રજનીશના શબ્દમાં કહીએ તો માનવતાને જીવતી રાખવા માટેની એકમાત્ર આશા સ્ત્રીની નરમાશ છે. પુરુષની સખતાઈ નહીં. આપણે પુરુષની સખતાઈ ખૂબ સહન કરી ચૂક્યા છીએ. તેથી જરૂરી છે કે સ્ત્રી-પુરુષ જેવી બનવાનું છોડી એનું સ્ત્રીત્વ જાળવી રાખે.