કપલ હનિમૂન પર ગયું ગોવા, પતિ વિશે થયો આઘાતજનક ખુલાસો, પત્ની દોડી પોલીસ સ્ટેશન - Sandesh
NIFTY 10,817.00 +28.45  |  SENSEX 35,260.29 +178.47  |  USD 63.8525 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કપલ હનિમૂન પર ગયું ગોવા, પતિ વિશે થયો આઘાતજનક ખુલાસો, પત્ની દોડી પોલીસ સ્ટેશન

કપલ હનિમૂન પર ગયું ગોવા, પતિ વિશે થયો આઘાતજનક ખુલાસો, પત્ની દોડી પોલીસ સ્ટેશન

 | 2:42 pm IST

એક 25 વર્ષની યુવતીએ નોઈડા મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ નપુંસક હોવા અંગેનો કેસ દાખલ કર્યો છે. યુવતીએ પતિ અને સાસરીયા પર દગો કર્યાનો આરોપ લગાવતા કહ્યું કે લગ્ન વખતે આ હકીકત જણાવવામાં આવી નહતી. યુવતીએ પતિ પાસે છૂટાછેડા ઉપરાંત લગ્નનો સંપૂર્ણ ખર્ચ પણ માંગ્યો છે.

મહિલા નોઈડાના સેક્ટર 12ની રહીશ છે. નવેમ્બર 2015માં યુવતીના લગ્ન સેક્ટર 51ના કેન્દ્રીય વિહારમાં રહેતા વ્યક્તિ સાથે થઈ હતી. મહિલાએ જણાવ્યું કે લગ્ન બાદ તેઓ બંને હનીમૂન માટે ગોવા ગયા હતાં. જ્યાં તેને પતિ નપુંસક હોવાનુ જાણવા મળ્યું હતું. યુવતીએ કહ્યું કે તેનો પતિ શારીરિક સંબંધ બાંધતા ખચકાતો હતો અને આ જ કારણે તે ખુબ પરેશાન રહેતી હતી. યુવતીએ કહ્યું કે થોડા દિવસ બાદ તે પોતાની ઓફિસમાં વ્યસ્ત રહેવા લાગી પરંતુ તેણે પતિને ડોક્ટરને મળવાની સલાહ આપી હતી.

યુવતીએ કહવા મુજબ પતિ હંમેશા ડોક્ટરને મળવા મુદ્દે નજરઅંદાજ કરતો હતો. યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો કે પહેલા તેનો પતિ દિવસમાં ઓફિસ જતો હતો પરંતુ બાદમાં તેણે નાઈટ શિફ્ટ કરવાનું શરૂ કરી દીધુ. તે મોડી રાતે આવતો અને વાતચીત કર્યા વગર જ સૂઈ જતો. યુવતીએ તમામ હકીકત માતાપિતાને જણાવી અને બંને પરિવાર વચ્ચે વાતચીત થઈ. એવું આશ્વાસન પણ અપાયું કે યુવતીનો પતિ એક સારા ડોક્ટરને મળશે.

પરંતુ તેની કોઈ અસર થઈ નહીં અને આખરે યુવતી પિયરમાં જઈને રહેવા લાગી. મહિલા પોલીસસ્ટેશનના SHO અંજૂ તેવરિયાએ જણાવ્યું કે આરોપી પર IPCની કલમ 498એ અને 420 અંતર્ગત ગુનો નોંધાયો છે. SHOએ કહ્યું કે અમે આ અંગે વાત કરવા માટે કપલને બોલાવીશું, પહેલા કાઉન્સિલિંગ કરીશુ અને મામલાનો ઉકેલ નહીં આવે તો બંને વચ્ચે કાનૂની વિકલ્પ જોઈશું.