હેન્ડસમ IPS અધિકારી પર લટ્ટુ થઇ આ યુવતી, મળવા માટે કર્યા ધમપછાડા

તમે એક્ટર્સ કે ક્રિકેટર્સના ક્રેઝી ફૈન્સ તો જોયા હશે પરંતુ મધ્યપ્રદેશ પોલીસને એક એવી મહિલાનો સામનો થયો છે જે એક ‘ગભરૂ’ IPS અધિકારીને મળવા પાગલ થઇ ગઇ છે. પંજાબના હોશિયારપુરની રહેવાસી 27 વર્ષની મહિલા ત્રણ દિવસ પહેલાં જ ઉજ્જૈનમાં IPS અધિકારી સચિન અતુલકરને મળવા પહોંચી. 34 વર્ષના સચિન અતુલકર અહીં એસપી તરીકે પોસ્ટેડ છે. જ્યારે પોલીસ આ મહિલાનું કાઉન્સેલિંગ કરી તેને પાછા મોકલવાનો પ્રયાસ કરી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રેખા વર્માએ કહ્યું કે તેઓ એસપીને તેમની ઓફિસમાં મળવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. સાથો સાથ એ કાર્યક્રમોમાં પણ પહોંચી, જયાં એસપી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેમના પેરેન્ટસને પણ અહીં બોલાવ્યા પરંતુ તેઓ તેની સાથે જવા માટે તૈયાર નથી.
અંતમાં પોલીસને મહિલાના રિફોર્મ હોમ લઇ જવી પડી. જો કે બીજીબાજુ મહિલાનું કહેવું છે કે રસ્તો ભટકીને ઉજ્જૈન પહોંચી. પરંતુ એસપી સચિન અતુલકરને મળવાની જીત પર અડી છે. મહિલાનું કહેવું છે કે તેઓ સોશિયલ મીડિયા પર એસપીની તસવીરો જોયા બાદથી તેમના મજબૂત કદ-કાઠી અને લુક પર મોહિત થઇ ગઇ છે. મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રેખા વર્માએ કહ્યું કે અમે મહિલાને પંજાબની ટ્રેનમાં બેસાડવા માટે નગડા રેલવે સ્ટેશન લઇ ગયા, પરંતુ તેને ધમકી આપી કે તેઓ ટ્રેનમાંથી કૂદી જશે. હવે અમે તમને સમજાવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સાથો સાથ પિત્ઝા, ખાણીપીણીના અન્ય સામાન સહિત તેમની તમામ ડિમાન્ડ પણ પૂરી કરી રહ્યાં છે.
મહિલાના માતા-પિતા પણ ઉજ્જૈન પહોંચી ગયા છે અને તેઓ પણ સમજાવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેઓ જીદ પર અડિયલ છે કે એસપીને મળ્યા વિના જઇશ નહીં. આ અંગે જયારે એસપી સચિન અતુલકરને વાત કરાઇ તો તેમણે કહ્યું કે સત્તાવાર ડ્યુટીના સમયે તેઓ કોઇને પણ મળવા માટે તૈયાર છે, પરંતુ વ્યક્તિગત બાબતોમાં ઇચ્છાના વિપરીત કોઇને મળવા માટે દબાણ બનાવી શકાય નહીં. તેમણે કહ્યું કે જ્યારે હું સાગરમાં એસપી હતો ત્યારે 7 વર્ષના બાળકે મારો ઓટોગ્રાફ માટે જીદ કરી હતી. ખાવાનું છોડી દેવાની ધમકી પણ આપી હતી. બાળકના માતા-પિતાએ જ્યારે મને આ અંગે જાણ કરી તો હું તેને મળ્યો હતો.