NIFTY 10,006.05 +71.25  |  SENSEX 31,882.16 +194.64  |  USD 63.9300 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • એવું બાળક જન્મ્યુ કે માતા ધ્રુજી ગઈ, કાચાપોચા ન જુએ બાળકના આ PHOTOS

એવું બાળક જન્મ્યુ કે માતા ધ્રુજી ગઈ, કાચાપોચા ન જુએ બાળકના આ PHOTOS

 | 2:24 pm IST

દુનિયાના દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના સંતાનો કરોડોમાં એક હોય. સ્વસ્થ હોય પરંતુ ક્યારેક પ્રકૃતિ એવા ખેલ ખેલે છે કે આશાઓ વેરવિખેર થઈ જાય છે. આવું જ કઈંક એક મહિલા સાથે બન્યું અને તેણે અજીબોગરીબ બાળકને જન્મ આપ્યો. ડોક્ટરોના જણાવ્યાં અનુસાર દુનિયામાં પહેલીવાર આવા કોઈ બાળકનો જન્મ થયો છે. પરંતુ દુર્ભાગ્યવશ ભણેલાગણેલા આ સમાજમાં બાળકને રાક્ષસ તરીકે ગણાવાઈ દીધો. કેમરૂનમાં રહેતી એક મહિલાએ એવા બાળકને જન્મ આપ્યો કે જેને જોઈને તે પણ પહેલા એકદમ ડરી ગઈ.

બાળકને એક આંખ અને એક કાન

મહિલાએ જે બાળકને જન્મ આપ્યો તેના શરીરના અમુક અંગો ગાયબ હતાં. તેની બંને આંખો પરસ્પર જોડાયેલી હતી. આંખો પોતાના સ્થાનની જગ્યાએ નહીં પરંતુ માથાની વચ્ચે હતી અને સામાન્ય કરતા મોટી હતી. બાળક સમય કરતા વહેલુ જન્મ્યુ હતું. અને તેનું શરીર એક બીમારીના કારણે સંપૂર્ણ વિક્સીત થઈ શક્યુ નહતું.

બાળકનું માથું સામાન્ય બાળક કરતા ખુબ મોટુ હતું. તેની આઁખ માથાની વચ્ચે હતી. બાળકને એક કાન હતો. બાળક નાક, મો વગર પેદા થયું હતું. પરંતુ તે કોઈ રાક્ષસ નહતો. તેને જોવા માટે જનમેદની ઉમટી પડી હતી. તેના અજીબ શરીરને જોઈને લોકો ડરી ગયા હતાં. પરંતુ તેનો એ અર્થ નહતો કે તેને રાક્ષસ ગણાવાય.

પહેલીવાર આવા બાળકનો જન્મ

જે હોસ્પિટલમાં આ બાળક જન્મ્યુ તેના ડોક્ટર્સનું કહેવું છે કે તેમની નજરમાં આ કદાચ દુનિયાનો પહેલો કેસ હશે. બાળકને ન તો આંખો હતી કે ન તો મો. નર્સે જણાવ્યું કે બાળકની નાભિની અંદરનો ઘણો ભાગ પણ બહાર નીકળેલો હતો. તેને નાક પણ નહતું જેના કારણે તે શ્વાસ પણ લઈ શકતું નહતું. પરિણામ એ આવ્યું કે જન્મ્યાની થોડી મિનિટોમાં જ આ બાળકે દુનિયાને અલવીદા કહી દીધી.