woman-goes-viral-for-reviewing-bathing-soap-on-how-good-they-taste
  • Home
  • Videos
  • Featured Videos
  • આ મહિલા ખાઇ છે સાબુ, બટકુ ભરીને કહે છે કેવી છે પ્રોડક્ટ, જુઓ Video

આ મહિલા ખાઇ છે સાબુ, બટકુ ભરીને કહે છે કેવી છે પ્રોડક્ટ, જુઓ Video

 | 11:24 am IST

આજની તારીખે ઇન્ટરનેટમાં દરેક વસ્તુઓના રીવ્યુ મળી જાય છે. આજે ગ્રાહકો તેમની પસંદગી અને અધિકારી બાબતે પહેલા કરતાં ઘણા જાગૃત છે. આથી કોઇપણ સામાન ખરીદતા સમયે લોકો રીવ્યુને ખાસ ધ્યાને રાખે છે.

કંઇક આવા જ રીવ્યુને લઇને ઇન્ડોનેશિયાની એક મહિલા ખોસિક અસયિફા હાલ ઇન્સ્ટાગ્રામ પર છવાઇ ગઇ છે. ખોસિક અલગ અલગ બ્રાંડના સાબુનો રિવ્યુ કરે છે અને તેના વીડિયો શેર કરે છે. પરંતુ બીજા લોકો કરતાં તેમનો રીવ્યુ કરવાનો અંદાજ ખુબ જ અનોખો છે. ખોસિક સાબુને ચાખે છે અને બટકુ ભર્યા બાદ તે આ સાબુ કેવો છે તેના વિશે માહિતી આપે છે.

જો તમે એવું માનતા હો કે તે ફક્ત જીભ ફેરવીને સ્વાદ જુએ છે તો તમે ખોટા છો. આ મહિલા આઇસક્રીમની જેમ સાબુને ખાઇ છે, તેને ચાટે છે અને પછી તેનો રિવ્યુ કરે છે. તેના મોઢા પરના હાવભાવને જોતા એવું લાગે છે કે તેમને સાબુનો સ્વાદ ખુબ જ ગમે છે.

જો કે આ અંગે તેમનું કહેવું છે કે બે વર્ષ પહેલા પ્રેગનન્સી દરમ્યાન પહેલી વખત તેણે સાબનો સ્વાદ ચાખ્યો હતો અને ત્યારથી આ ક્રમ ચાલુ છે. જો કે તેમને ક્યારેય પેટમાં દુ:ખવાની કોઇ સમસ્યા થઇ નથી. તો કેટલાક લોકોનું કહેવું છે કે આ મહિલા ફક્ત સ્ટન્ટ અને પબ્લીસીટી માટે આવું કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન