NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • PICS: મહિલાનો હાથ ટોઈલેટમાં ફસાઈ ગયો, પછી જે મચી ધમાચકડી

PICS: મહિલાનો હાથ ટોઈલેટમાં ફસાઈ ગયો, પછી જે મચી ધમાચકડી

 | 5:38 pm IST

અમેરિકામાં ગ્રેસી હેન્ડરસન નવા ઘરમાં રહેવા ગયા હતાં. તેમનો ઉત્સાહ અને હરખનો પાર ન હતો. ઘરમાં બધુ કામ પતાવી તેઓ ટોઈલેટ તરફ ગયા હતાં. તેમણે જોયું કે ટોઈલેટ યોગ્ય રીતે કામગીરી બજાવતું નથી. તેમની પાસે ટોઈલેટને વ્યવસ્થિત કરવા માટે કોઈ સામગ્રી પણ ન હતી. આથી હાથે જ ટોઈલેટ વ્યવસ્થિત કરવામાં તેઓ વ્યસ્ત થઈ ગયા હતાં. આ પ્રયાસમાં તેમનો હાથ ટોઈલેટની પાઈપમાં ફસાઈ ગયો હતો.

 toilet-1-wb

અનેક પ્રયાસો છતાં હાથ નીકળતો જ ન હતો. આખરે ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ આખા ટોઈલેટને ઉચકી ગાર્ડનમાં લઈ ગયા હતાં.

ત્યારપછી ભારે મથામણ કરતાં ગ્રેસીનો હાથ બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ફાયર બ્રિગેડની ઈચ્છા ટોઈલેટને તોડ્યા વગર જ ગ્રેસીનો હાથ બહાર રાખવાની હતી, પરંતુ તે શક્યા ન હતું ટોઈલેટને તોડી પાડ્યા વિના છૂટકો જ ન હતો. અંતે ટોઈલેટને તોડી પાડ્યા પછી જ ગ્રેસીનો હાથ હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી.

1