હોટલના બાથરૂમમાં મહિલાની ઉતારી નગ્ન ક્લીપ, હવે હોટલ સામે 707 કરોડ રૂપિયાનો દાવો - Sandesh
  • Home
  • World
  • હોટલના બાથરૂમમાં મહિલાની ઉતારી નગ્ન ક્લીપ, હવે હોટલ સામે 707 કરોડ રૂપિયાનો દાવો

હોટલના બાથરૂમમાં મહિલાની ઉતારી નગ્ન ક્લીપ, હવે હોટલ સામે 707 કરોડ રૂપિયાનો દાવો

 | 8:31 pm IST

શિકાગોની એક મહિલાએ હોચલ હિલ્ટન વર્લ્ડવાઈડ સામે 10 કરોડ ડોલર (રૂપિયા 707 કરોડ) નો દાવો કર્યો છે. મહિલાએ આક્ષેપ કર્યા છે કે હોટલના શાવર રૂમમાં તે સ્નાન કરી રહી હતી ત્યારે છુપા કેમેરા દ્વારા ચોરીછુપી તેની નગ્ન અવસ્થામાં ફિલ્મ બનાવી લેવામાં આવી હતી અને હવે હોટલના એક મહેમાને તે ફિલ્મ ફુટેજમાં તેના નામ સાથે પોર્ન સાઇટ પર અપલોડ કરી દીધી છે.

કાયમી ધોરણે ગંભીર માનસિક સંતાપની પીડા આપવા બદલ મહિલાએ હોટલ દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી બદલ તેની સામે કેસ કર્યો છે. પોર્ન સાઇટ પર વીડિયો આવતાં તેની માનસિક સમતુલા ખરાબ થતાં તબીબી સારવારનું ખર્ચ કરવાની ફરજ પડી અને આવકના સાધનો પણ ગુમાવી દીધા તે બદલ હોટલ સામે કેસ કર્યો છે.

આ મહિલાએ જલાઈ 2015માં ન્યૂયોર્ક સ્ટેટના અલબાની સ્થિત હેમ્પટન ઈન ખાતે રોકાણ કર્યું હતું. લો સ્કૂલમાંથી સ્નાતકની પદવી મેળવ્યા પછી લીગલ બારની પરીક્ષા આપવા મહિલા ન્યૂયોર્ક પહોંચી હતી. 19 પાનાના દાવામાં લખવામાં આવ્યું છે કે હોટલમાં રોકાણ દરમિયાન શાવર બાથ લીધું હતું અને કોઈક છુપા કેમેરાએ તેની નગ્ન હાલતમાં ફિલ્મ ઉતારી લીધી હતી.સપ્ટેમ્બર 2018 સુધી પોતે આ ઘટનાથી અજાણ હોવાનું કહેતાં મહિલાએ રજૂઆત કરી છે કે તેણે હોટલના શાવર બાથમાં સ્નાન કર્યાના ત્રણ વર્ષ પછી તેને સપ્ટેમ્બર 2018માં એક ઇમેલ મળ્યો હતો. તેમાં સ્નાન કરતી અવસ્થાનો વીડિયોની લિંક આપતાં પુછવામાં આવ્યું હતું કે વીડિયોમાં તુ દેખાય છે? વીડિયો ફુટેજમાં તેનું નામ પણ હતું. તે ઈમેલ મોકલનારે પછીથી ધમકી આપતાં અનેક ઇમેલ પણ મોકલ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન