Woman Journalist of Pakistani react on Shahid Afridi tweet about J&K
  • Home
  • Sports
  • Cricket
  • J&Kને લઈ આફ્રિદીના ટ્વીટ પર ભડકી પાક. મહિલા પત્રકાર, કટાક્ષ કરતા કહ્યું- તકલીફ શું છે…

J&Kને લઈ આફ્રિદીના ટ્વીટ પર ભડકી પાક. મહિલા પત્રકાર, કટાક્ષ કરતા કહ્યું- તકલીફ શું છે…

 | 5:23 pm IST

ભારત સરકારે જ્યારેથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે તે દિવસથી પાકિસ્તાનના કેટલાક ક્રિકેટરો વિવાદિત નિવેદન આપી રહ્યા છે. જેમાં સૌથી આગળ છે પાકિસ્તાન ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી. જેને હવે એકવાર ફરી જમ્મુ-કાશ્મીરને લઈ નિવેદન આપ્યું છે.

શાહિદ આફ્રિદીએ કહ્યું કે તે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે પાકિસ્તાનના કબજે વાળા કાશ્મીર(POK) જશે. મીડિયા રિપોર્ટ મુજબ ઇમરાન ખાન શુક્રવારે પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં રેલી કરવાવાળા છે. જેમાં શાહિદ આફ્રિદી પણ સામેલ થશે. શાહિદ આફ્રિદીએ ટ્વીટ કરી લોકોને આ રેલીમાં જોડાવવા માટે અપીલ કરી છે. પરંતુ આફ્રિદીના આ ટ્વીટ પર હવે પાકિસ્તાનની જ એક મહિલા પત્રકારે આકરો પ્રહાર કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની આ મહિલા પત્રકારનું નામ નાયલા ઇનાયત છે. નાયલાએ શાહિદના ટ્વીટ પર કહ્યું કે,‘તકલીફ શું છે. શ્રીનગર જ જતા રહો. ત્યાં રેલી કરી લેજો.’ આપને જણાવી દઈએ કે આ પહેલા ઇમરાન ખાને જનતાથી અપીલ કરતા કહ્યું હતું કે તે દર શુક્રવારે અમુક સમય કાઢીને કાશ્મીરી લોકોના સમર્થનમાં માર્ગ પર પ્રદર્શન કરશે. ઇમરાન ખાનના એક ટ્વીટને રિટ્વીટ કરતા શાહિદ આફ્રિદીએ પણ લખ્યું કે,‘કાશ્મીરી ભાઈઓના હિતમાં અમારા વડાપ્રધાનની સાથે આવો. હું પણ શુક્રવારે મુઝફ્ફરાબાદ જઈ રહ્યો છું. દરેક આવાજનો એક અલગ મહત્વ છે.’ ત્યારે પત્રકાર નાયલાએ શાહિદ આફ્રિદીના ટ્વીટ પર કટાક્ષ કર્યો છે.

આ વીડિયો પણ જુઓ: શિક્ષીકાઓએ સતત બીજા દિવસે કામનો બહિષ્કાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન