અ'વાદી પરિણીતાએ 2 બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, બાળકીઓના મોત - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અ’વાદી પરિણીતાએ 2 બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, બાળકીઓના મોત

અ’વાદી પરિણીતાએ 2 બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, બાળકીઓના મોત

 | 5:48 pm IST

ગાંધીનગરના ડભોડા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અમદાવાદની પરિણીતાએ બે બાળકો સાથે ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં મહિલાને કેનાલ પાસેથી પસાર થતાં રાહદારીએ બચાવી લીધી હતી.પરંતુ બે બાળકીઓના કરૂણ મોત નિપજ્યા હતા. મહિલાને પોલીસ હવાલે કરી દેવાં આવી છે.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, નર્મદા કેનાલમાં હંસાબેન શૈલેષભાઈ ચાવડા (ઉ.વ.35) પોતાની બે દીકરીઓ ખુશી ચાવડા (ઉ.વ.7) અને સાક્ષી ચાવડા (ઉ.વ.4)ને લઈને ઝંપલાવ્યું હતું. જેમાં બંને બાળકીઓના મોત નિપજ્યા હતા. પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પરિવાર અમદાવાદના સૈજપુરબોધાનો રહેવાસી હતો.