Woman molest by police who went there to file Case
  • Home
  • World
  • પાકિસ્તાન બદનામ, સામૂહિક દુષ્કર્મની ફરિયાદ આપવા ગયેલી મહિલા પર જ પોલીસનું દુષ્કર્મ

પાકિસ્તાન બદનામ, સામૂહિક દુષ્કર્મની ફરિયાદ આપવા ગયેલી મહિલા પર જ પોલીસનું દુષ્કર્મ

 | 4:00 pm IST

પાકિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચારોના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. કંઈક આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે. અહીં એક મહિલા સામૂહિક દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ફરિયાદ કરવા પોલીસ મથક પહોંચી હતી. જ્યાં ફરજ પર હાજર અધિકારીએ જ મદદ કરવાને બદલે તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના ઉછ શરીફ શહેરની છે. મહિલાએ દાવો કર્યો છે કે, પોલીસ ઓફિસર પૂછપરછ કરવાના બહાને તેને તેના ઘરે લઈ ગયો હતો. બાદમાં ઓફિસરે તેના પર હુમલો કર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ દાવો કર્યો છે કે ઓફિસરે દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો છે.

પાકિસ્તાનના એક જાણીતા સમાચારપત્રના જણાવ્યા પ્રમાણે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા અહમેદપુર પશ્ચિમ ખાતે તેના પર થયેલા સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધાવવા ગઈ હતી. મહિલા પર બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાના જણાવ્યા પ્રમાણે પોલીસ અધિકારીએ તેને 12મી ફેબ્રુઆરીના રોજ સમન્સ પાઠવ્યું હતું અને તેણીનું નિવેદન નોંધવાની વાત કરી હતી.

કેસના સાક્ષીઓની હત્યા નિપજાવવાના બનાવોને લઈને પાકિસ્તાન પોલીસ આજકાલ શંકાના ઘેરામાં છે. જાન્યુઆરી મહિનામાં આતંક વિરોધી ટીમમાં કામ કરી રહેલા અડધો ડઝન જેટલા પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અધિકારીઓએ એક મધ્ય ઊંમરના યુગલ અને તેની 13 વર્ષની દીકરીની હત્યા કરી નાખી હતી.

જુઓ આ વીડિયો પણ

દ્વારકાના વાતાવરણમાં પલટો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન