Woman no property, cannot be forced into marriage: Taliban decree
  • Home
  • Top News
  • સ્ત્રી કોઈ સંપત્તિ નથી, લેવડદેવડ નહીં કરી શકાય: તાલિબાની આદેશ

સ્ત્રી કોઈ સંપત્તિ નથી, લેવડદેવડ નહીં કરી શકાય: તાલિબાની આદેશ

 | 11:06 pm IST
  • Share

  • તાલિબાનના સર્વોચ્ચ નેતાએ મહિલાઓના અધિકારોને મુદ્દે ફરમાન જારી કર્યું  

  • ફરમાનમાં મહિલાઓને મળનારા છ અધિકારોનો ઉલ્લેખ કર્યો

તાલિબાનના સર્વોચ્ચ નેતા મૌલાના હૈબતુલ્લાહ અખુંદજાદાએ શુક્રવારે અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારોને મુદ્દે એક ફરમાન જારી કર્યું હતું. મૌલાના હૈબતુલ્લાહ અખુંદજાદાએ પોતાના ફરમાનમાં મહિલાઓને મળનારા છ અધિકારોનો ઉલ્લેખ કર્યો છે.

આ ફરમાન હજ અને ધાર્મિક બાબતોના મંત્રાલય, માહિતી અને સાંસ્કૃતિક મંત્રાલય, સુપ્રીમ કોર્ટ, પ્રાંતીય રાજ્યપાલ અને જિલ્લા રાજ્યપાલોને પણ પાઠવવામાં આવ્યું છે. તે સર્વેને આ ફરમાનમાં આપવામાં આવેલી સૂચનાઓનો અમલ કરાવીને જનતા સુધી તે આદેશો પહોંચાડવા કહેવામાં આવ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન વખતે વયસ્ક મહિલાની સહમતી જરૂરી છે. મહિલાઓને જબરજસ્તી કે દબાણપૂર્વક લગ્ન માટે મજબૂર નહીં કરી શકાય. નિકાહ કે લગ્નમાં કોઇપણ પ્રકારનું જોખમ ના હોવું જોઇએ.

તાલિબાનના સર્વોચ્ચ નેતાએ એમ પણ કહ્યું છે કે સ્ત્રી કોઇ સંપત્તિ નથી પરંતુ એક સ્વતંત્ર વ્યક્તિ છે. શાંતિ સમજૂતી કે શત્રુતા ખતમ કરવા માટે મહિલાની લેવડદેવડ નહીં કરી શકાય.

પતિના મૃત્યુના કિસ્સામાં કે શરઇ અદત (ચાર મહિના અને દશ રાતની ગર્ભાવસ્થા)ના સમયગાળા પછી કોઇપણ વ્યક્તિ બળજબરીપૂર્વક વિધવા સાથે લગ્ન નહીં કરી શકે. તેમાં મહિલાના કુટુંબીજનોનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો