Woman plays harp, deer stops by to listen to her in viral video
  • Home
  • Featured
  • સંગીતની શું તાકાત હોય એ આ રૂપાળી છોકરીએ સાબિત કરી દીધું, વીડિયો જોઈ આંખો પહોળી રહી જશે!

સંગીતની શું તાકાત હોય એ આ રૂપાળી છોકરીએ સાબિત કરી દીધું, વીડિયો જોઈ આંખો પહોળી રહી જશે!

 | 7:02 pm IST

સમયે સમયે પ્રાણીઓના વીડિયો ઈન્ટરનેટ પર આવી રહ્યા છે. કોઈક વીડિયો લોકોના દિલ જીતનારા હોય તો કોઈક વીડિયો દિલ ધ્રુજાવનારા. તો વળી કોઈ વીડિયો લોકોને ખડખડાટ હસાવે છે. હવે એક હરણનો અસામાન્ય વીડિયો વાયરલ થયો છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયો ક્લિપને અદ્ભૂત પ્રતિસાદ મળી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક છોકરી પાર્કમાં સંગીતનું વાદ્ય વગાડતી જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે નજીકમાં એક હરણ તેની તરફ આવ્યું અને તેનું સંગીત સાંભળી થંભી ગયું. પ્રાણી મધુર મ્યુઝિકલ નોટ્સની મઝા લેતું દેખાઈ રહ્યું છે. તે યુવતીની નજીક આવીને ઉભુ રહી ગયું એ વાત લોકોનું દિલ જીતી રહી છે. આ ક્લિપમાં વાદ્ય વગાડતી સ્ત્રી નાઓમી એસ.વી. છે. તેણે થોડા દિવસ પહેલા જ તેની યુટ્યુબ ચેનલ પર આ ક્લિપ શેર કરી હતી. તેણે એક કેપ્શનમાં લખ્યું હતું કે, “એક હરણ મારું વાદ્ય સાંભળી થંભી ગયું હતું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન