સુરેન્દ્રનગરઃ કોર્ટે ફટકારી મહિલા પોલીસને પાંચ વર્ષ કેદની સજા, કર્યું આવું કારસ્તાન - Sandesh
  • Home
  • Gujarat
  • સુરેન્દ્રનગરઃ કોર્ટે ફટકારી મહિલા પોલીસને પાંચ વર્ષ કેદની સજા, કર્યું આવું કારસ્તાન

સુરેન્દ્રનગરઃ કોર્ટે ફટકારી મહિલા પોલીસને પાંચ વર્ષ કેદની સજા, કર્યું આવું કારસ્તાન

 | 8:58 pm IST

ચોટીલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ગત તા.૧પ-૧-ર૦૦૧ થી તા.૧૭-૧-ર૦૦૧ દરમિયાન પોલીસ ભરતીમાં નિમણુંક થયા હતા. જે-તે સમયે પોલીસ ભરતીમાં તેમની જન્મ તારીખ છૂપાવીને તલાટી સાથે મેળા-પીપણા કરી તા.ર૭-૧ર-૧૯૬૮ નું પ્રમાણપત્ર કઢાવીને રજૂ કરીને નોકરી મેળવી હતી. પરંતુ તત્કાલીન એલસીબી પી.આઈ.ને શંકા જતા ગત તા.ર૭-૭-ર૦૦પ ના રોજ મહિલા કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભનો કેસ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં શુક્રવારે ચાલી ગયો હતો. જેમાં જુદી-જુદી કલમો હેઠળ મહિલા કોન્સ્ટેબલને તકસીરવાન ઠેરવ્યા હતા. કોર્ટે આ સંદર્ભના કેસમાં પ વર્ષની સખત કેદની સજા તથા રૃ.ર૭ હજારનો દંડ ફટકારતો હૂકમ કર્યો છે.

આ અંગેની પ્રાપ્ય વિગતો મુજબ કોડીનાર તાલુકાના કાજ ગામે રહેતા વનીતાબેન દયારામભાઈ ગોંડલીયા ગત તા.૧પ-૧-ર૦૦૧ થી તા.૧૭-૧-ર૦૦૧ દરમિયાન પોલીસ ભરતીમાં નિમણુંક પામ્યા હતા. પરંતુ આ ભરતી પ્રક્રિયામાં તેમણે જન્મ તા.૧-૬-૧૯૬ર હતી. તે છૂપાવીને ગ્રામપંચાયતના તલાટી સાથે મેળા-પીપણા કરી તા.ર૭-૧ર-૧૯૬૮ નું જન્મનું પ્રમાણપત્ર કઢાવીને રજૂ કરીને નોકરી પ્રાપ્ત કરી હતી.ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલ વનીતાબેન ગોંડલીયા સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. તે દરમિયાન તત્કાલીક એલસીબી પી.આઈ. ડી.આર.ચૂડાસમાને શંકા જતા તા.ર૭-૭-ર૦૦પ ના રોજ આ સંદર્ભની ફરિયાદ નોંધાવી હતી. મહિલા કોન્સ્ટેબલ વનીતાબેન હાલ ચોટીલા પોલીસ મથકમાં ફરજ બજાવે છે.

એ દરમિયાન સુરેન્દ્રનગરની ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં શુક્રવારે કેસ ચાલી ગયો હતો. જેમાં મેજીસ્ટ્રેટ ડી.એસ.શ્રીવાસ્તવ સમક્ષ કેસ ચાલતા સરકારી વકીલ ટી.એસ.ડામોરની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે જુદી-જુદી કલમો હેઠળ સાદી કેદની સજા અને દંડ ફટકાર્યો છે. જેમાં કોર્ટે કલમ ૪૦૬ હેઠળ બે વર્ષની કેદ તથા રૃ.બે હજારનો દંડ, કલમ ૪૧૭ હેઠળ એક વર્ષની સાદી કેદ અને રૃ.એક હજારનો દંડ, કલમ ૪૬પ હેઠળ બે વર્ષની સાદી કેદ અને રૃ.બે હજારનો દંડ, કલમ ૪૬૬ હેઠળ પ વર્ષની સાદી કેદ અને રૃ.૧૦ હજારનો દંડ, કલમ ૪૬૮ હેઠળ પ વર્ષની સાદી કેદ અને રૃ.૧૦ હજાર દંડ તથા ૬ માસની કેદ, કલમ ૪૭૧ હેઠળ બે વર્ષની સાદી કેદ તથા રૃ.બે હજારનો દંડ, જયારે આરોપી તલાટી કમ મંત્રી મુળજીભાઈ હાદાભાઈને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકયાનો હૂકમ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન