Woman Running like a Horse Video goes Viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • મોગલી રિટર્ન: ઘોડાની જેમ દોડે છે આ મહિલા, અનોખી સ્કિલ જોઈ તમે થઈ જશો હેરાન

મોગલી રિટર્ન: ઘોડાની જેમ દોડે છે આ મહિલા, અનોખી સ્કિલ જોઈ તમે થઈ જશો હેરાન

 | 12:25 pm IST

તમે ઘણા એવા વ્યક્તિ જોયા હશે જે બે હાથથી ચાલીને અનોખા સ્ટંટ કરતા હોય છે. ઉપરાંત ઘણા એવા પણ છે જે હાથ અને પગ વડે જબરદસ્ત કરતબ કરે છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈ તમારી આંખો પહોળી થઈ જશે અને આશ્ચર્ય પણ થશે.

આ વીડિયો એક ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા તેના હાથ અને પગથી દોડતા અને કૂદતા દેખાઈ રહી છે. આ વીડિયો જોઈ તમને પણ ‘મોગલી’ ફિલ્મની યાદ આવી જશે. જેમાં એક બાળક(મોગલી) બે હાથ અને બે પગ વડે દોડતા અને કૂદતા દેખાય છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મહિલાનું નામ Ayla Kirstine છે. જે એક ઘોડાની જેમ દોડતા અને કૂદતા દેખાઈ રહી છે. પરંતુ તેના માટે તે 2 હાથ અને 2 પગનો ઉપયોગ કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છે કે Ayla Kirstine ખરાબ રસ્તાઓ પર અને ગાર્ડનમાં પણ ઘોડાની જેમ દોડી રહી છે અને પિકનીક ટેબલ પરથી કૂદતા દેખાઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહ્યો છે. લોકો Kirstineની આ સ્કિલના ઘણા વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન