છોકરીએ શેર કરી એવી તસવીરો કે ખૂલી ગઇ દાદાની પોલ - Sandesh
  • Home
  • World
  • છોકરીએ શેર કરી એવી તસવીરો કે ખૂલી ગઇ દાદાની પોલ

છોકરીએ શેર કરી એવી તસવીરો કે ખૂલી ગઇ દાદાની પોલ

 | 12:12 pm IST

જાપાનની એક છોકરીનું કહેવું છે કે કેટલાંય વર્ષોથી ઘરેલું હિંસાનો શિકાર છે. તેને આ આરોપ પોતાના દાદા પર મૂકયો છે. છોકરીએ પોતાની કેટલીક તસવીરો પણ શેર કરતાં કહ્યું કે તેનું વજન લગભગ 16-17 કિલોગ્રામ હતું. ટ્વિટર પર પોસ્ટ કરતાં તેને કહ્યું કે કેવી રીતે તેના દાદા તેને ખાવાનું આપવાની ના પાડી દેતા હતા અને જો તે ખાતા પકડાઇ જાય તો તેના માર પણ મારતા હતા.

છોકરીએ પોતાની 10 વર્ષ જૂની ફોટો શેર કરતાં સોશ્યલ મીડિયા પર આપવીતી કહી. તેમણે કહ્યું કે જ્યારે 10 વર્ષ પહેલાં તેને રેસ્કયૂ કરાઇ હતી ત્યારે તેનું વજન અંદાજે 1-17 કિલોગ્રામ હતું. છોકરીએ જે તસવીરો શેર કરી તે ખરેખર ચોંકાવનારી છે.

છોકરીએ કહ્યું કે તેને પોતાના દાદાની દેખભાળ માટે રાખવામાં આવી હતી, જે તેને ભૂખી રાખતા હતા. તેણે પોતાની ટ્વીટમાં કહ્યું કે તેને દાદા એ ‘ખાવાનું જ ભૂલાવી દીધું હતું.’ છોકરીએ કહ્યું કે જો તે ખાવાનું ખાતી પકડાય તો તેના દાદા તેને પેટ પર લાત મારતા હતા અથવા તો જબરદસ્તી ખાવાનું બહાર કઢાવી દેતા હતા. તેને ત્યાં સુધી પીટતા હતા જ્યાં સુધી તે ઉલટી ના કરી દે.

છોકરીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે જે પણ લોકો આ પ્રકારનું ટોર્ચર ઝીલી રહ્યાં છે, તેઓ વધુ રાહ ના જુએ અને બહુ મોડું થાય તે પહેલાં કોઇને મદદ માટે બોલાવી લે.