woman shoplifts 8 pairs of jeans wearing them all at once caught by video
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: હોંશિયાર મહિલા ઉપરા-ઉપરી 9 જીન્સ પહેરી છૂમંતર થાય એ પહેલા જ ભાંડો ફૂટી ગયો

VIDEO: હોંશિયાર મહિલા ઉપરા-ઉપરી 9 જીન્સ પહેરી છૂમંતર થાય એ પહેલા જ ભાંડો ફૂટી ગયો

 | 5:38 pm IST

એક મહિલા ચોરનો જબરદસ્ત ભાંડાફોડ થયો છે અને એનો વીડિયો પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે. એક મહિલા એક પર એક એમ 9 જીન્સ ચોરી કરીને દુકાનમાંથી ફરાર થવા માંગતી હતી પરંતુ એ પહેલા જ સિક્યોરીટી ગાર્ડે તેને પકડી પાડી. મહિલા આ કારનામાંને અંજામ ન આપી શકી અને બેઈજ્જતી થઈ ગઈ.

સોશિયલ મીડિયામાં આ મહિલાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે એક વોશરૂમમા પેન્ટ ઉતારતી જોવા મળી રહી છે. મહિલાએ બધા જ કાળા અને બ્લૂ રંગના જીન્સ ચોરી કર્યા હતા.

વીડિયોમાં પાછળ સિક્યોરીટી ગાર્ડનો પણ અવાજ આવી રહ્યો છે. તે જીન્સની ગણતરી કરી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલો વેનેજુએલાનો છે. જો કે હજુ કોઈ જાણકારી નથી મળી કે મહિલાની ધરપકડ થઈ છે કે કેમ. પરંતુ અહીં વીડિયોમાં જુઓ મહિલાએ કેવા શાણપણથી ચોરી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન