આ છોકરીએ ચહેરા પર લગાડ્યું પીરિયડસનું લોહી, જાણો ચોંકાવનારું કારણ - Sandesh
  • Home
  • World
  • આ છોકરીએ ચહેરા પર લગાડ્યું પીરિયડસનું લોહી, જાણો ચોંકાવનારું કારણ

આ છોકરીએ ચહેરા પર લગાડ્યું પીરિયડસનું લોહી, જાણો ચોંકાવનારું કારણ

 | 3:06 pm IST

આપણા દેશમાં હજુ પણ કેટલીય જગ્યાએ પીરિયડસ દરમ્યાન છોકરીઓ પર કેટલીય પાબંદી મૂકી દેવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે પીરિયડ્સમાંથી પસાર થતી છોકરીઓ/મહિલાઓને પૂજા ઘર કે રસોડામાં જવાની પણ મનાઇ છે. કહેવાય છે કે પીરિયડસ દરમ્યાન છોકરીઓ અશુદ્ધ હોય છે.

પીરિડયસ દરમ્યાન શરીરમાંથી નકીળનાર લોહી પણ સારું જ હોય છે, શરીરમાંથી કયાંક કટ લાગવા પર નીકળતું લોહી હોય છે તેવું જ આ હોય છે. પરંતુ આ લોહીની સાથે ગર્ભાશયમાંથી નીકળનાર ટિશ્યુ પણ તેમાં મળી જાય છે તેના લીધે તે દૂષિત માની લેવામાં આવે છે.

આ ધારણાને બદલવા માટે ઑસ્ટ્રેલિયાની પૂર્વ હેર ડ્રેસર યાજમિના ઝેડ એ પોતાના ચહેરા પર પીરિડયસના બ્લડનું પોતું કરતી તસવીર સોશ્યલ મીડિયા પર મૂકી. તેનો હેતુ લોકો સુધી મેસેજ પહોંચાડવાનો હતો કે તેમાં અશુધ્ધ જેવું કંઇ હોતું જ નથી.

જો કે તેની આ પોસ્ટની લોકોએ જોરદાર ટીકા કરી છે. લોકોનું કહેવું છે કે આ માત્ર પબ્લિસિટી સ્ટંટથી વધારે કંઇ નથી. મામલો કોઇપણ હોય પરંતુ મેસેજ ખરાબ નથી. જ્યારે યાજમિનાનું કહેવું છે કે આ બ્લડ ખૂબ જ રચનાત્મક હોય છે જો આપણે બ્લીડ ના કરીએ તો આ સુષ્ટિ ચાલી શકશે નહીં. આ અમારા માટે સમ્માનની વાત છે.