woman stopped the new york traffic to help duck viral Video
  • Home
  • Featured
  • ભરચક ટ્રાફીકને રોકી મહિલાએ કર્યુ એવુ કામ, જોનારા મદદે દોડી આવ્યા, Video

ભરચક ટ્રાફીકને રોકી મહિલાએ કર્યુ એવુ કામ, જોનારા મદદે દોડી આવ્યા, Video

 | 11:33 am IST

અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કે કોઈ કોઇની મદદ કરતું નથી. આવા સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બતક તેના બચ્ચાઓ સાથે ભરચક વિસ્તારમાં રસ્તો પાર કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે તેને કોઇ તકલીફ ન પડે તે માટે ભારે ટ્રાફીક વચ્ચે એક મહિલા રસ્તો રોકી આ બતકને રસ્તો પાર કરવામાં મદદ કરે છે. જોત જોતામાં તેની મદદ કરવા લોકો આવી જાય છે અને સાથે મળી બતકને રસ્તો પાર કરાવે છે.

આ વીડિયો ન્યૂયોર્કનો છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો 1 લાખ 90 હજારથી વધારે વખત જોવાયો છે. આવા વીડિયો જોતા ક્યારેક હાશકારો થાય કે હાશ માનવતા હજુ મરી પરવારી નથી.

તમને પણ આ રીતે કોઇની મદદ કરવાની તક મળે તો તમે શું કરો. જરૂરથી વિચારજો અને ક્યારેક આ જ રીતે કોઈ પણ સ્વાર્થ વગર કોઇની મદદ જરૂર કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન