નવસારીમાં બંધ ફ્લેટમાં મહિલા કરતી હતી આવું કામ, જાણી કરશો થું..થું.. - Sandesh
NIFTY 10,094.25 -100.90  |  SENSEX 32,923.12 +-252.88  |  USD 65.1675 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • નવસારીમાં બંધ ફ્લેટમાં મહિલા કરતી હતી આવું કામ, જાણી કરશો થું..થું..

નવસારીમાં બંધ ફ્લેટમાં મહિલા કરતી હતી આવું કામ, જાણી કરશો થું..થું..

 | 10:49 am IST

નવસારી એસ.ઓ.જી.એ ગુરુવાર રોજ બાતમીના આધારે નવસારીના ઘેલખડી વિસ્તારના બંધ ફ્લેટમાંથી ચોરાયેલા દાગીનાના ગુનામાં સંડોવાયેલી મહિલાને ઝડપી પાડી હતી. સાથે જ પોલીસે તેની પુછપરછ દરમિયાન ચોરીના દાગીના વેચાતા લેનાર બે સોનીઓની અટક કરી ૪૨ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી એસ.ઓ.જી.પોલીસને ગુરુવાર રોજ બાતમી મળી હતી કે, નવસારીના ઘેલખડી વિસ્તારમાં સાંઇસૃષ્ટિ એપાર્ટમેન્ટમાં થયેલી બે સોનાની ચેઇન અને ઓમવાળું પેંડલની ચોરીના ગુનામાં સંડોવાયેલી આરોપી અને જલાલપોરના ગૌરીશંકર મહોલ્લામાં પતરા ચાલમાં રહેતી ઉષાબેન જીતેન્દ્રભાઇ પટેલ હાલમાં તેના ઘરે છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ઉષાબેનની અટક કરી કડકાઇથી પુછપરછ કરતા તેમણે ચોરી કર્યાનું કબુલ્યું હતુ.

જેથી પોલીસે આરોપી ઉષાબેનની ધરપકડ કરી ચોરેલા દાગીના રીકવર કરવાના પ્રયાસો કરતા ઉષાબેને જણાવ્યુ હતુ કે, તેમણે એક સોનાની ચેઇન નવસારીના શાંતાદેવી રોડ પર આદેશ્વર-૩માં આવેલી સાંકળચંદ ડાહ્યાલાલ શાહની ચાંદી ઉપર નાંણા ધીરનારની દુકાનના સોની પ્રતિકભાઇ વિનોદલાલ મહેતા અને બીજી ચેઇન નવસારીના મોટા બજારમાં આવેલી રૃબી જ્વેલર્સના સરફરાઝ સીદીક મેમણને વેચી હતી. પોલીસે પ્રતિકભાઇ પાસેથી ૨૨ હજાર રૃપિયાની ૧૦ ગ્રામ ૪૦૦ મીલીગ્રામ વજનનું સોનાનું પેંડલ અને સરફરાઝ પાસેથી બીજી સોનાની ચેઇન જેને ઓગાળીને બનાવેલી ૨૦,૫૦૦ રૃપિયાની ૯ ગ્રામ ૪૬૦ મીલીગ્રામ વજનની નાની સોનાની લગડી મળી કુલ્લે ૪૨,૫૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બાબતે પોલીસે પ્રતિકભાઇ અને સરફરાઝભાઇની અટક કરી હતી. આ બાબતે આગળની તપાસ ઇં. પી.આઇ. એ.યુ. રોઝ કરી રહ્યા છે.