Woman thrashed in Delhi, Rajnath Singh seeks action
  • Home
  • Featured
  • દિલ્હીમાં BPOની યુવતી સાથે મારપીટ, રાજનાથ સિંહે પોલીસ કમિશ્નરને ફોન કરી કહ્યું કે…

દિલ્હીમાં BPOની યુવતી સાથે મારપીટ, રાજનાથ સિંહે પોલીસ કમિશ્નરને ફોન કરી કહ્યું કે…

 | 4:10 pm IST

દિલ્હીમાં એક યુવતીને બેરહેમીપૂર્વક માર મારવાનો હ્યદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક એક યુવતીને બેરહેમીપૂર્વક માર મારી રહ્યો છે. ત્યાર બાદ બીજી પણ એક યુવતી સામે આવી છે. જેણે આરોપ લગાવ્યો છે કે, રોહિત તોમર નામનો એક યુવક છેલ્લા ઘણા દિવસોથી તેને પણ હેરાન કરી રહ્યો છેઅને પરિવારને ધમકી પણ આપી રહ્યો છે.

આરોપી રોહિત સબ ઈંસ્પેક્ટરનો દિકરો છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે દખલગીરી કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતી સાથે મારપીટનો વાયરલ વીડિયો 2 સપ્ટેમ્બર બપોર 3 વાગ્યાનો ઉત્તમ નગરના એક બીપીઓનો છે. આ ઓફિસ આરોપી રોહિત તોમરના મિત્ર અલી હસનની છે, જેમાં આરોપી લગભગ 20 દિવસથી જતો હતો. પોલીસે અલી હસનને અટકાયતમાં લીધો છે.

આરોપી રોહિત 21 વર્ષનો છે અને બેકાર છે. આરોપી રોહિત તોમસના પિતા અશોક તોમર સેંટ્રલ દિલ્હીમાં નાર્કોટિક્સ વિભાગમાં એએસઆઈના પદે તૈનાત છે. જ્યોતિ નામની યુવતીની ફરિયાદ પર પોલીસે અશોક વિરૂદ્ધ ધમકાવવાનો આરોપસર કેસ નોંધ્યો છે.

રોહિત વિરૂદ્ધ ફરિયાદ કરનારી યુવતી લગભગ દોઢ વર્ષ પહેલા રોહિત સાથે રિલેશનમાં હતી, પરંતુ હવે બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી. પરંતુ રોહિત અને તેનો પરિવાર યુવતી પર બળજબરીપૂર્વ લગ્ન કરવાનું દબાણ કરી રહ્યો છે. આ મામલે યુવતી તિલક નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ચુકી છે. જેને લઈને રોહિત વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ મામલે વિવાદ પકડતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ દરમિયાનગીરી કરી છે. રાજનાથ સિંહે દિલ્હી પોલીસ કમિશ્નરને ફોન કર્યો છે. ગૃહમંત્રીએ પોલીસને આરોપી વિરૂદ્ધ તત્કાળ પગલા ભરવાના આદેશ આપ્યા છે.