જો તારે પૈસા ન આપવા હોય તો ‘મને ખુશ કરી દેજે’, વકીલની કોર્ટ પરિસરમાં જ ધોલાઇ Video - Sandesh
  • Home
  • Videos
  • જો તારે પૈસા ન આપવા હોય તો ‘મને ખુશ કરી દેજે’, વકીલની કોર્ટ પરિસરમાં જ ધોલાઇ Video

જો તારે પૈસા ન આપવા હોય તો ‘મને ખુશ કરી દેજે’, વકીલની કોર્ટ પરિસરમાં જ ધોલાઇ Video

 | 4:33 pm IST

મહિલાઓની છેતડી અને દુષ્કર્મના મામલો દિવસે અને દિવસે વધી રહ્યા છે. અને મહિલાઓ મુંગા મોઢે બધું સહન કરી લેતી હોય છે ત્યારે નવસારી શહેરની એક મહિલાએ રણચંડી બનીને બીભત્સ માંગણી કરનાર વકીલની જાહેરમાં કોર્ટ પરિસરમાં સરેઆમ ધોલાઈ કરી દેતા ચકચાર મચી છે.

મહિલાનો આરોપ છે કે નવસારીના વકીલ કનુ સુખડિયાએ મહિલાના કેસના કાગળો અને સીડી પરત આપવા માટે 10 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જે આપવાની તૈયારી બતાવતા બિભસ્ત માંગણી કરતા મહિલાએ વકીલની સરે આમ ધોલાઈ કરી નાખી હતી. ઢોર મારવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા વકીલ મંડળમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મુદ્દે મહિલાએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં વકીલ કનું સુખડિયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે અને મહિલાની ફરિયાદના આધારે મામલાની તપાસ ટાઉન પોલીસે શરૂ કરી છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન