woman who were spending time with man at lonely place misbehaved by notorious persons in valsad
  • Home
  • Gujarat
  • યુગલનો વીડિયો બનાવી બ્લેકમેલ કર્યા, મહિલા સાથે કર્યો દુષ્કર્મનો પ્રયાસ

યુગલનો વીડિયો બનાવી બ્લેકમેલ કર્યા, મહિલા સાથે કર્યો દુષ્કર્મનો પ્રયાસ

 | 12:52 pm IST

દાદરા નગર હવેલીમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. સંઘ પ્રદેશમાં અસામાજિક તત્વો બેખોફ બન્યા છે. સાતમાળિયા પાસે મહિલા સાથે છેડતી કરવામાં આવી છે. એકાંતમાં કપલ પાસે અસામાજિક તત્વોએ જોર જબરદસ્તી કરી છે. તેમજ જંગલમાં લઈ જઈને રૂપિયાની માગ કરી હેરાનગતિનો પ્રયાસ કર્યો છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના જોતા લાગે છે કે પોલીસ સામે અસામાજિક તત્વો પડકાર ફેકી રહ્યાં છે. અગાઉ આવી ઘટના બની છતાં બદનામીના ડરથી ફરિયાદ કરતા નથી.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી ખાતે એક મહિલા પર દુષ્કર્મના પ્રયાસનો વીડિયો વાયરલ થયો છે. આબરુ જવાની ડરે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

વીડિયોમાં ત્રણ જેટલા યુવાનો એક યુગલને બ્લેકમેલ કરી તેમની પાસેથી પૈસા પડાવી રહ્યા છે. તેમજ મહિલા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે છે. વાયરલ થયેલો વીડિયો દાદરા નગર હવેલીના સાતમાળિયા નજીકનો હોવાની ચર્ચા થઈ રહી છે.