સુરતમાં હત્યારા બન્યા બેખૌફ, બંધ મકાનમાં મહિલાની લાશ મળી - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતમાં હત્યારા બન્યા બેખૌફ, બંધ મકાનમાં મહિલાની લાશ મળી

સુરતમાં હત્યારા બન્યા બેખૌફ, બંધ મકાનમાં મહિલાની લાશ મળી

 | 2:35 pm IST

સુરતમાં હત્યારા બેખૌફ બન્યા હોય તેવું લાગે છે. દિવસેને દિવસે ક્રાઈમ રેટ વધી રહ્યો છે. સુરતના પાંડેસરમાં 10 દિવસમાં 4 હત્યા નોંધાઈ છે. ત્યારે આજે એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસમાં એક મહિલાની ડી-કમ્પોઝ હાલતમાં લાશ મળી આવી છે. ગોલ્ડન આવાસનાબંધ મકાનના બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આવાસની આ બિલ્ડિંગ ઘણા સમયથી ખાલી છે. આજુબાજુના લોકોને આ બાબતની જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે આ મહિલા કોણ છે અને તેની હત્યા કયા કારણોસર કરવામા આવી તે અંગે તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ, પાંડેસરા વિસ્તારમાં સતત વધી રહેલા હત્યાના બનાવોને કારણે શંકા ઉપજી છે. સુરતમાં હત્યાનો સિલસિલો સતત વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા ધોરણ-10 અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા થઈ હતી. તો રવિવારે ઈસમની લાશ હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવી હતી. ગઈકાલે બમરોલીમાં ઈસમની ગળુ કાપીને કરપીણ હત્યા કરાઈ હતી. ત્યારે સતત બનતી આ ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. તેમજ ગુનો આચરનારા સુરત પોલીસને હાથ તાળી આપી રહ્યા છે. આખરે આ હત્યાના સીલસીલાનો અંત ક્યારે આવશે.