મહિલાઓને ૩૦ પછી કેલ્શિયમની કમી થઈ શકે છે   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • મહિલાઓને ૩૦ પછી કેલ્શિયમની કમી થઈ શકે છે  

મહિલાઓને ૩૦ પછી કેલ્શિયમની કમી થઈ શકે છે  

 | 1:26 am IST
  • Share

સ્વાસ્થ્ય

સામાન્ય રીતે મહિલાઓમાં ૩૦ વર્ષની ઉંમરે પહોંચતા જ શરીર કમજોર પડવા લાગે છે. સ્ફૂર્તિથી હરતી ફરતી મહિલાઓ ૩૦ વટાવતાં જ શારીરિક તકલીફોની ફરિયાદ કરતી થઈ જાય છે. સામાન્ય રીતે ૨૦ થી ૪૦ વર્ષ મહિલાઓનો પૂર્ણ ફળદ્રુપતા મેળવવાનો અને આનંદ કરવાનો સમય હોય છે. ૪૦ વર્ષ પછી મહિલાઓમાં મેનોપોઝના લક્ષણો જોવા મળે છે, પરંતુ બદલાતી જતી લાઈફસ્ટાઈલમાં છેલ્લાં દસકામાં મહિલાઓ ૩૦ વર્ષની ઉંમરે પહોંચતા તો ઘણી બધી કમજોરીઓમાં સપડાઈ જતી જોવા મળે છે. કમરનાં દુખાવા, ઢીંચણની તકલીફ, ગાયનેક પ્રોબ્લેમ જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમાં બહુ કોમન તકલીફ જે જોવા મળે છે, તે છે કેલ્શિયમની ઊણપ. કેલ્શિયમની ઓછપને ભરવા ઘણી મહિલાઓ સપ્લિમેન્ટ્રી ટેબલેટ પણ લેતી હોય છે. અમુક ખોરાકમાંથી પણ કેલ્શિયમ મેળવી શકાય છે. જેનો તમારા આહારમાં ઉપયોગ કરવાથી તમે તમારા શરીરમાં કેલ્શિયમની માત્રા વધારી શકો છો.

૧. આદુની ચા – એક કપ પાણીમાં આદુ નાંખીને ઉકાળો જ્યારે તે અડધું રહી જાય તો તેને ચાની જેમ પીવો. દિવસમાં એકવાર આનું સેવન કરવાથી ફયદો થાય છે.

૨. જીરાનું પાણી – રાત્રે ૨ ગ્લાસ પાણીમાં જીરું પલાળીને મૂકી દો અને સવારે આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી આ અડધું ન રહી જાય. તેને ઠંડું કરીને ગાળીને પી લો.

૩. બદામ અને અંજીર – બદામ ખાવી આરોગ્ય માટે ખૂબ સારી છે. રોજ રાત્રે ૪ બદામ અને ૧ અંજીરને પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટ તેને ચાવીને ખાવ.

૪. અંકુરિત ભોજન – અંકુરિત ભોજન ખાવાથી શરીરમાં અનેક પ્રકારની ઊણપ દૂર થાય છે. સવારે નાસ્તામાં સ્પ્રાઉટ અનાજ સામેલ કરવાથી કેલ્શિયમની કમી પૂરી થઈ જાય છે.

૫. લીંબુ પાણી – રોજ ડાયેટમાં લીંબુ પાણી સામેલ કરવાથી ફયદો થાય છે. તેનાથી શરીરમાં પાણીની કમી દૂર થઈ જાય છે.

૬. સોયાબીન – સોયાબીનથી કેલ્શિયમ અને પ્રોટીનની કમી દૂર થઈ જાય છે. યુરિક એસિડના રોગીએ તેને ખાવાથી પરેજ કરવું જોઈએ.

૭. સવારનો તાપ – રોજ સવારે તાપમાં બેસવાથી વિટામિન-ડી અને કેલ્શિયમની કમી પૂરી થાય છે. રોજ સવારે ૧૦ મિનિટ તાપમાં જરૂર બેસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન